ન હેલ્થ ક્લેમ અટકે,ન હોસ્પિટલમાંથી રજા પછી કલાકો સુધી રાહ જોવડાવે, NHCX કરશે કામ

PC: bfsi.economictimes.indiatimes.com

ઓછામાં ઓછી 33 કંપનીઓ નેશનલ હેલ્થ ક્લેમ્સ એક્સચેન્જ (NHCX) સાથે જોડાઈ છે, જે વીમાધારકને ત્વરિત સ્વાસ્થ્ય વીમાના દાવાઓ પ્રદાન કરવા અને દાવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે બનાવવામાં આવેલ ડિજિટલ પ્લેટફોર્મ છે. NHCXની રચના સરકાર દ્વારા વીમા દાવા સંબંધિત માહિતીની આપલે કરવા માટે કરવામાં આવી છે. અત્યાર સુધી આ કામ ઘણાં વિવિધ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે. આનાથી દાવાઓની પતાવટમાં ઝડપ આવશે એટલું જ નહીં, પરંતુ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ને સ્વાસ્થ્ય વીમા દાવાની પતાવટની સ્થિતિ વિશે વાસ્તવિક સમયની માહિતી પણ આપશે.

આ પ્લેટફોર્મ નેશનલ હેલ્થ એજન્સી અને IRDIA દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. હમણાં કેટલીક કંપનીઓએ NHCX દ્વારા અજમાયશના ધોરણે દાવાની પતાવટ કરવાનું કામ શરૂ કર્યું છે. HDFC એર્ગોએ NHCX દ્વારા તેના પ્રથમ દાવાની પતાવટ કરી છે. તમામ સુવિધાઓ સાથેનું પ્લેટફોર્મ ટૂંક સમયમાં સત્તાવાર રીતે લોન્ચ થવાની સંભાવના છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત એક અહેવાલમાં સરકારી સૂત્રને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે, NHCX લોન્ચ થયા પછી, વીમાધારક વ્યક્તિ તેના મોબાઈલ ફોન પર તેના વીમા દાવાની સ્થિતિ ચકાસી શકશે. NHCXનો ઉપયોગ માત્ર વીમા દાવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે એટલું જ નહીં પરંતુ તેમાં પારદર્શિતા પણ લાવશે. કોઈપણ કારણ વગર દાવાઓમાં વિલંબ અને અસ્વીકારની ઘટનાઓ પણ અંકુશમાં આવશે.

હાલમાં, સારવાર માટે હોસ્પિટલમાં જતા દર્દીએ તેની વીમા પોલિસીની વિગતો અથવા સારવાર લેવા માટે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) અથવા વીમા કંપની દ્વારા બહાર પાડેલું કાર્ડ બતાવવાનું હોય છે. ત્યારપછી હોસ્પિટલ સંબંધિત વીમા કંપનીઓના ક્લેમ પ્રોસેસિંગ પોર્ટલ પર સારવાર માટે પૂર્વ મંજૂરી અથવા ક્લેમની મંજૂરી મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરે છે.

આ અંગેનો નિર્ણય સંબંધિત ટીમ દ્વારા લેવામાં આવે છે. ઘણી વખત આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી જાય છે. પરિણામે, કાં તો દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં વિલંબ થાય છે, અથવા દર્દીના ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચવામાં આવે છે. NHCX દ્વારા એક સેન્ટ્રલાઈઝ સિસ્ટમ બનાવથી આ તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp