હવે RTGSની જરૂર નથી, મોબાઈલથી આટલા લાખની રકમ ક્ષણભરમાં મોકલો, UPIને મળ્યો પાવર

PC: hindi.moneycontrol.com

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા ચૂકવણીની મર્યાદા એક સમયે 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં UPI મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. RBIના નવા નિર્ણય પછી હવે UPIની મદદથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ પેમેન્ટ કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંક દેશમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. સેન્ટ્રલ બેંક દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા દર મહિને સતત વધી રહી છે. RBIએ ઑફલાઇન વ્યવહારો માટે UPIમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું છે. સરળ અને ઝડપી ચૂકવણીને કારણે, UPI સામાન્ય લોકોની સાથે-સાથે ખાસ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે.

RBIના નવા નિયમો અનુસાર, હવે શાળાઓ, હોસ્પિટલો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોમાં UPI યુઝર્સ UPI દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ.1 લાખને બદલે રૂ.5 લાખ સુધી ચૂકવી શકશે. આ નિર્ણયથી આ સંસ્થાઓમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન મળશે. હોસ્પિટલના બિલ અને સ્કૂલ-કોલેજની ફી ભરવામાં પડતી અસુવિધા ઓછી થશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આજે જાહેરાત કરી છે કે, તેણે ચોક્કસ વ્યવહારો માટે UPI ઓટો પેમેન્ટ્સની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જાહેરાત મુજબ, જ્યારે UPI ઓટો-પેમેન્ટ કરવામાં આવે ત્યારે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) જરૂરી છે. હાલમાં આ AFA ત્યારે લાગુ થાય છે જ્યારે રૂ.15,000થી વધુ રકમ માટે સ્વતઃ ચુકવણી કરવામાં આવે છે. આ પ્રસ્તાવ અનુસાર, આ મર્યાદા માત્ર મ્યુચ્યુઅલ ફંડ સબસ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને ક્રેડિટ કાર્ડની ચુકવણી માટે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે શુક્રવારે ત્રણ દિવસીય નાણાકીય નીતિ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ સર્વાનુમતે પોલિસી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે, રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ અંદાજમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંકનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્ર 7 ટકાની ઝડપે વૃદ્ધિ પામી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp