કેટલા અમીર થઇ ગયા Olaના માલિક ભાવિશ અગ્રવાલ? એક અઠવાડિયામાં આટલી સંપત્તિ વધી

PC: businesstoday.in

ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવનારી કંપની Ola ઇલેક્ટ્રિક મોબિલિટીના શેર સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયા બાદ ધમાલ મચાવી રહી છે. માત્ર 7 કારોબારી દિવસોમાં જ આ સ્ટોકમાં પૈસા લગાવનારાઓની રકમ બેગણી થઇ ગઇ છે. એક તરફ જ્યાં શેરમાં રોજ અપર સર્કિટ લાગી રહ્યા છે, તો તેની અસર કંપનીના CEO ભાવિશ અગ્રવાલના નેથવર્થમાં પણ પડી છે. રિપોર્ટ મુજબ, તેમની સંપત્તિ લગભગ 21,000 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

સૌથી પહેલા વાત કરીએ શેર માર્કેટમાં ડેબ્યૂ કરનાર Ola ઇલેક્ટ્રિકની તો આ મહિને 2 ઑગસ્ટના રોજ IPO ઓપન થયા બાદ ગત 9 ઑગસ્ટે કંપનીના શેર લિસ્ટ થઇ હતી. લિસ્ટિંગ બાદ જ Ola ઇલેક્ટ્રિક શેરમાં શાનદાર તેજી જોવા મળી અને સતત 7 દિવસોમાં 4 વખત તેમાં અપર સર્કિટ લાગ્યું. આ દરમિયાન શેરની કિંમતમાં લગભગ 107 ટકાનો ઉછાળ આવ્યો અને રોકાણકારોના પૈસા ડબલ થઇ ગયા.

તેની IPO પ્રાઇઝ 76 રૂપિયા હતી, જે 157.53 રૂપિયા પર જઇ પહોંચી છે. Ola ઇલેક્ટ્રિકના CEO ભાવિશ અગ્રવાલને માર્કેટ ડેબ્યૂ બાદ કંપનીના શેરમાં આવેલી તેજીનો શાનદાર ફાયદો થયો છે. ભાવિશ અગ્રવાલ પાસે Ola ઇલેક્ટ્રિક મોબિલિટીમાં 30.02 ટકા સ્ટેક છે. રિપોર્ટ મુજબ તેમની પાસે Ola ઇલેક્ટ્રિક મોબિલિટીના 1,32,39,60,029 શેર છે અને આ હિસાબે તેમની સ્ટેક હોલ્ડિંગ વેલ્યૂ 20,856 કરોડ રૂપિયા કે 2.48 અબજ ડૉલર થઇ ગઇ છે.

ભાવિશ અગ્રવાલની કંપનીમાં આ શાનદાર ઉછાળ પાછળનું મોટું કારણ શેરોની દલાલ સ્ટ્રીટ પર ધમાલ છે. HSBSએ હાલમાં જ Ola ઇલેક્ટ્રીકના શેરો પર પોઝિટિવ રીએક્શન આપતા Buy રેટિંગ આપી હતી અને કવરેજ શરૂ કરતા કહ્યું હતું કે ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો વધતો દાયરો જોતા લાગે છે કે Olaમાં રોકાણ કરવું ઉચિત છે. HSBSએ આ શેર માટે 140 રૂપિયાનો ટારગેટ સેટ કર્યો હતો. ગત 15 ઑગસ્ટે આ રિપોર્ટ જાહેર થયા બાદ હવે શેરની કિંમત તેનાથી પણ આગળ નીકળતા 157 રૂપિયાને પાર નીકળી ચૂકી છે. બેંગ્લોર સ્થિત Ola ઇલેક્ટ્રિક મોબિલિટીની સ્થાપના વર્ષ 2017માં થઇ હતી.

કંપની મુખ્ય રૂપે Ola ફ્યૂચર ફેક્ટ્રીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ, બેટરી પેક. મોટર્સ અને વ્હીકલ ફેમ બનાવે છે. 31 માર્ચ 2024 સુધી કંપનીમાં 959 એમ્પલોઇ (907 સ્થાયી અને 52 ફ્રીલાન્સર) હતા. Ola ઇલેક્ટ્રિકે પોતાના IPOની પ્રાઇઝ બેન્ડ 72-76 રૂપિયા સુધી કરી હતી. રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટ એટલે કે 195 શેર માટે બિડિંગ કરી શકતા હતા. આ IPO 4.05 ગણો, QIBમાં 5.53 ગણો અને NII કેટેગરીમાં 2.51 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp