OLX પર છેતરપિંડીમા તમે પોતે જ હશો જવાબદાર, કંપનીને સુપ્રીમ કોર્ટમાંથી મળી આ રાહત

PC: indianexpress.com

આજે ઇન્ટરનેટના જમાના બધુ એટલું સરળ થઈ ગયું છે કે તમે ઘર બેઠા જ જોતી વસ્તુઓ અને ફૂડ ઓર્ડર કરી શકો છો. ઘરે બેઠા ઓનલાઇન વસ્તુઓની જાણકારી મેળવી શકો છો. ફૂડ ડિલિવરી અને ખરીદ-વેચાણ માટે કેટલીક વેબસાઇટ અને એપ્સ બનાવવામાં આવી છે પરંતુ આ વધતી ટેક્નોલોજી સાથે સાથે સ્કેમર્સ પણ વધી ગયા છે. છેતરપિંડી કરનારા લોકો ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવીને તમારા ખિસ્સા ખાલી કરી શકે છે અથવા તો બેંકમાંથી પૈસા પણ ઉડાવી શકે છે. હવે જૂની વસ્તુઓ વેચાણ અને ખરીદી કરવા ઉપયોગી થનારી કંપની OLXને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વની સુનાવણી સામે આવી છે.

જો તમે OLX પર કોઈ સામાનની ખરીદ-વેચાણ કરો છો અને તમારી સાથે કંઈક ગરબડી કે છેતરપિંડી થાય છે તો તેની જવાબદારી તમારી હશે. તેને લઈને સુપ્રીમ કોર્ટે કંપનીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં પંજાબ અને હરિયાણા કોર્ટના નિર્ણયને પલટતા OLXને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જો કંપનીના પ્લેટફોર્મ પર ખરીદ વેચાણના સમયે કોઈ છેતરપિંડી થાય છે તો તપાસના ખર્ચ માટે કંપનીએ કોઈ રકમ નહીં આપવી પડે.

પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના આ આદેશ પર સુપ્રીમ કોર્ટે પહેલા જ રોક લગાવી ચૂકી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ બધા દિશા-નિર્દેશોને રદ્દ પણ કરી દીધા છે. પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે OLXને નિર્દેશ આપ્યો હતો કે જો OLXની આ એપ કે વેબસાઈટનો ઉપયોગ કરવા પર કોઈ છેતરપિંડી થાય છે તો આ બાબતે તપાસનો ખર્ચ પણ કંપનીએ ઉઠાવવો પડશે. એવી ઘટનાઓમાં કંપનીને દરેક FIR પર 25 હજાર રૂપિયાનો ખર્ચ ઉઠાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. હાઇ કોર્ટે આ આદેશને ગયા વર્ષે ડિસેમ્બરમાં આપ્યો હતો. OLX એક ઓનલાઇન માર્કેટ પ્લેસ છે.

તેનો ઉપયોગ લોકો મોટા ભાગે પોતાનો જૂનો સમાન વેચવા અને ખરીદવા કરે છે. OLX પર પોતાની સેકન્ડ હેન્ડ વસ્તુઓ વેચવા કે ખરીદવા માટે તમારે એ વસ્તુ બાબતે અને વેચનાર વ્યક્તિ બાબતે જાણી લેવું જોઈએ. તમે જે વસ્તુ ખરીદી રહ્યા છો તેનો સંબંધ પોલીસ સ્ટેશન સાથે તો નથી? એ વસ્તુઓ ચોરી થયેલી તો નથી? કે કોઈ ગુનામાં સંડોવાયેલી નથી? સાથે જૂની વસ્તુઓ વેચનારી વ્યક્તિના બેકગ્રાઉન્ડ વિશે પણ તમારે માહિતી મેળવવી જોઈએ. જેથી તમે ભવિષ્યમાં વસ્તુઓ ખરીદીને મુશ્કેલીમાં ન મુકાઇ જાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp