એક સમયે રસ્તા પર ઉભા રહીને મસાલા વેચ્યા, આજે 2,000 કરોડની કંપનીના માલિક
તમિલનાડુમાં રહેતા એક યુવાનની સ્ટોરી એવી છે જે અનેક લોકોને પ્રેરણા આપે તેવી છે. ગરીબ પરિવારમાં જન્મેલા આ યુવાને એક જમાનામાં રસ્તા પર ઉભા રહીને મસાલા વેચ્યા અને આજે 2,000 કરોડની કંપનીના માલિક છે. એમનું નામ છે એ.ડી. પદ્મસિંહ ઇસાક.
તમિલનાડુના નાજરેત ટાઉનમાં એક ખેડુત પરિવારમાં જન્મેલા પદ્મસિંહ જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમણે પિતાની છત્ર છાયા ગુમાવી દીધી હતી. નાની ઉંમરમાં પરિવારની જવાબદારી આવી અને તેમણે એક હેર ડાય બનાવતી કંપનીમાં જોબ કરી. 10 વર્ષ જોબ કર્યા પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને આચી મસાલાથી ધંધો ચાલું કર્યો.
શરૂઆતમાં તેમણે દુકાનદારોને તેમની પ્રોડક્ટ રાખવા વિનંતી કરી પરંતુ નવી બ્રાન્ડ હોવાને કારણે તેમની પ્રોડક્ટ કોઇ વેચવા તૈયાર નહોતું. પદ્મસિંહે દુકાનોની સામે જ મસાલા વેચવા માંડ્યા અને મસાલા પર સ્ટીલ ગ્લાસ ફ્રીની યોજના મુકી અને એમનો ધંધો વધવા માંડ્યો. આજે 200 કરતા વધારે મસાલા અને રેડી ટુ ફેડ વેચી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp