આ વખતે ડુંગળી તમને રડાવશે નહીં! ભાવને નિયંત્રિત કરવા સરકારે કરી છે આવી વ્યવસ્થા

PC: navbharattimes.indiatimes.com

ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી, સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ વર્ષે ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને, સરકાર 1,00,000 ટનનો બફર સ્ટોક બનાવવા માટે ડુંગળીના રેડિયેશન પ્રોસેસિંગને ઝડપી બનાવવાનું આયોજન કરી રહી છે. સરકાર દ્વારા આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે, જેથી ડુંગળીની અછત અને તેની કિંમતમાં કોઈપણ પ્રકારનો વધારો અટકાવી શકાય. સરકારી આંકડા અનુસાર, ભારત વિશ્વનો સૌથી મોટો ડુંગળી નિકાસકાર દેશ છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઓછી ઉપજને કારણે ઉત્પાદનમાં 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉણપને પૂરી કરવા માટે સરકાર રેડિયેશન પ્રોસેસિંગ પર ધ્યાન આપી રહી છે. ડુંગળીનું ઉત્પાદન 2 કરોડ 54.7 લાખ ટન થવાની ધારણા છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે, સંગ્રહખોરી ઘટાડવા અને વારંવારના પુરવઠામાં વિક્ષેપને કારણે થતી ભાવની અસ્થિરતાને રોકવા માટે સરકાર મોટા પાયે રેડિયેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે.

ખરેએ કહ્યું, 'અમે વપરાશ વિસ્તારોની આસપાસના 50 રેડિયેશન કેન્દ્રોની ઓળખ કરી રહ્યા છીએ. જો અમે સફળ થઈશું, તો અમે આ વર્ષે એક લાખ ટન રેડિયેશન પ્રોસેસ્ડ ડુંગળીનો સ્ટોક કરી શકીશું.' મંત્રાલયે સરકારી એજન્સીઓ NAFED અને NCCFને આ વર્ષે બફર સ્ટોક બનાવવા માટે 5,00,000 ટન ડુંગળીની ખરીદી કરવા જણાવ્યું છે. સોનીપત, થાણે, નાસિક અને મુંબઈ જેવા મોટા વપરાશ કેન્દ્રોની આસપાસ રેડિયેશન સુવિધાઓ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે, મહારાષ્ટ્રમાં ઉત્પાદક વિસ્તારની નજીક 1,200 ટનના નાના પાયે રેડિયેશન પ્રોસેસિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ખરેએ જણાવ્યું હતું કે, મંત્રાલય બફર સ્ટોકના ઝડપી પરિવહનની સુવિધા માટે મુખ્ય રેલ્વે સ્ટેશનો પર નિયંત્રિત વાતાવરણ સ્ટોરેજ સુવિધાઓ ફિક્સ કરવાનું પણ વિચારી રહ્યું છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે, મંત્રાલય દેશના વિવિધ ભાગોમાં બફર સ્ટોકને પરિવહન કરવા માટે મુખ્ય રેલ્વે સ્ટેશનો પર વિશેષ સ્ટોરેજ હાઉસ (નિયંત્રિત વાતાવરણ સંગ્રહ) તૈયાર કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. આ પહેલા પણ જ્યારે સંગ્રહખોરી અને દુષ્કાળના કારણે ડુંગળીની અછત સર્જાઈ હતી ત્યારે સરકારે નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો અને મોટા પ્રમાણમાં ડુંગળીનો સરકારી સ્ટોક તૈયાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp