પોતાની પાસે 775 કરોડ,પતિ પાસે 36000 કરોડ,સુધા મૂર્તિએ 30 વર્ષથી સાડી ખરીદી નથી

PC: twitter.com

તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે પતિ પાસે પૈસા હોય અને પત્ની ખરીદી કરવા નથી જતી. પરંતુ, આજે અમે જે વ્યક્તિત્વ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના પતિ પાસે 36 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે એક મોટી કંપનીનો માલિક છે જેમાં લાખો લોકો કામ કરે છે. તેમની પત્નીના નામે કરોડોની સંપત્તિ છે, પરંતુ તેમની સાદગી એવી છે કે, તેમણે 30 વર્ષથી એક પણ સાડી ખરીદી નથી. તેમની સાદગીની ચર્ચા આખી દુનિયામાં થાય છે. આજે આ વ્યક્તિત્વ સંસદમાં પહોંચી ગયું છે, પરંતુ તેમની સાદગી યથાવત છે.

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિનો એક ઈન્ટરવ્યુ તાજેતરમાં વાયરલ થયો હતો. ઈન્ટરવ્યુમાં તેણે પોતાના વિશે એક રહસ્ય જાહેર કર્યું. તેણે કહ્યું કે, તેમણે છેલ્લા 30 વર્ષથી કોઈ સાડી ખરીદી નથી. સામાન્ય રીતે મહિલાઓ શોપિંગની શોખીન હોય છે. જો કમાણી સારી હોય તો શોપિંગની માંગ પણ વધી જાય છે, પરંતુ સુધા મૂર્તિએ 30 વર્ષથી પોતાના માટે કોઈ સાડી નથી ખરીદી.

જાણીને નવાઈ લાગે છે કે, એક મહિલાએ 30 વર્ષથી પોતાના માટે સાડી નથી ખરીદી. તે પણ જ્યારે તેમના પતિની ગણતરી અબજોપતિઓમાં થાય છે, અબજોની કંપની સ્થાપી છે, તેમની પોતાની કમાણી પણ કરોડોમાં છે, પરંતુ સુધા મૂર્તિ આ બધાથી થોડા અલગ છે. તેમના પતિ નારાયણ મૂર્તિ પાસે 36 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે ઈન્ફોસિસ જેવી મોટી કંપનીના માલિક છે. સુધા મૂર્તિના નામે કરોડોની સંપત્તિ છે, પરંતુ તેમની સાદગી એવી છે કે તેમણે વર્ષોથી સાડી પાછળ એક પણ પૈસા ખર્ચ્યા નથી.

સાડી ન ખરીદવાનું કારણ પૈસા નથી પણ તેની પ્રતિજ્ઞા છે. હકીકતમાં સુધા મૂર્તિ 30 વર્ષ પહેલા બનારસ ગયા હતા. બનારસ ઘાટ પર ગંગામાં ડૂબકી મારતી વખતે તેમણે વ્રત લીધું હતું. તેમણે કહ્યું કે, બનારસમાં ગંગામાં ડૂબકી મારતી વખતે વ્યક્તિએ પોતાની મનપસંદ વસ્તુમાંથી એકનો ભોગ આપવો પડે છે. તેમને શોપિંગ ઘણું પસંદ હતું, તેથી તેમણે ખરીદી, ખાસ કરીને સાડીની ખરીદી કરવાનો ત્યાગ કર્યો હતો. તેમણે નક્કી કર્યું કે તે પોતાના માટે સાડી નહીં ખરીદે.

આ વ્રતને કારણે સુધા મૂર્તિ સાડીઓ ખરીદતા નથી અને ત્યારથી તેઓ માત્ર અન્ય લોકો એ આપેલા કપડાં જ પહેરે છે. તેની બહેનો અને મિત્રો આ વાતથી વાકેફ છે, તેથી જ તેઓ હંમેશા તેમને સાડીઓ જ ગિફ્ટ કરે છે. અહીં તમને જણાવી દઈએ કે, ફોર્બ્સ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, નારાયણ મૂર્તિની કુલ સંપત્તિ 4.4 બિલિયન ડૉલર એટલે કે લગભગ 36,690 કરોડ રૂપિયા છે, જ્યારે સુધા મૂર્તિની સંપત્તિ 775 કરોડ રૂપિયા છે. સુધા મૂર્તિ પુસ્તકોના ખૂબ જ શોખીન છે, તેમની પાસે 20 હજારથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp