Paytmના શેર ફરી તૂટ્યા, Goldman Sachsએ Paytmના 44 લાખ શેર કેમ વેચ્યા?
Paytmની માલિકીની કંપની One 97 Communicationsના શેરમાં બુધવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. Goldman Sachs સિંગાપોરે તેનો હિસ્સો ઘટાડ્યા પછી Paytmના શેરમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોલ્ડમેને Paytmના 44.20 લાખ શેર બલ્ક ડીલ દ્વારા રૂ. 183.44 કરોડમાં વેચી નાંખ્યા છે. પ્રાઈવેટ ઈક્વિટી ફર્મે Paytmના શેર 415.04 રૂપિયામાં વેચ્યા છે. ગોલ્ડમેન સૅક્સ સિંગાપોરે બલ્ક ડીલ પહેલાં ફિનટેક પેમેન્ટ પ્લેટફોર્મમાં 84,01,067 શેર્સ (1.32 ટકા) રાખ્યા હતા.
Paytm શેરના બલ્ક ડીલ સાથે જોડાયેલા સમાચાર શેરમાં બે દિવસના ઉછાળા પછી આવ્યા છે. Paytmના શેરમાં આ વધારો મૂવી ટિકિટિંગ બિઝનેસ Zomatoને વેચવાના સમાચાર પછી આવ્યો છે. Zomato તરફથી એક નિવેદન આવ્યું કે, અમે Paytm સાથે ડીલ અંગે વાતચીત કરી રહ્યા છીએ. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ માટે બોર્ડની મંજૂરી અને નિયમો મુજબ નિર્ણય લેવામાં આવશે. નિર્ણય લીધા પછી કંપની દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવશે.
Paytmએ 16 જૂને સ્ટોક એક્સચેન્જોને મોકલેલા સંદેશાવ્યવહારમાં જણાવ્યું હતું કે, 'કંપની નિયમિતપણે શેરધારકોના મૂલ્યને વધારવા માટે વિવિધ વ્યૂહાત્મક તકો શોધે છે. Paytmના મનોરંજન વ્યવસાયનું સંભવિત ટ્રાન્સફર પણ આવી જ એક તક છે. પરંતુ અમે વિચારી રહ્યા છીએ.'
Zomato દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ચર્ચા અમારા 'ગોઇંગ-આઉટ' બિઝનેસને વધુ મજબૂત કરવા માટે છે. હાલમાં અમારું ધ્યાન ચાર મોટા બિઝનેસ પર છે. Paytmએ કહ્યું કે Zomato સાથે વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં ચાલી રહી છે અને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો આ સોદો થાય છે, તો તે Zomatoનું અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન હશે. આ અગાઉ, Zomatoએ 2020માં Uber Eats ખરીદી હતી અને 2021માં Blinkit (અગાઉના ગ્રોફર્સ) હસ્તગત કરી હતી.
બુધવારે Paytmનો શેર નજીવા વધારા સાથે રૂ. 419.30 પર ખૂલ્યો હતો. પરંતુ ત્યાર પછી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન તે રૂ.423ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો અને ત્યાર પછી ઘટીને રૂ.404.15 થયો હતો. Paytm શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 998 અને નિમ્ન સ્તર રૂ. 310 છે. આ ઘટાડા સાથે કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 25,938 કરોડ થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp