એવં શું થયું કે અચાનક 20 ટકા ક્રેશ થયા Paytmના શેર, રોકાણકારોમાં અફરાતફરી

PC: indiatoday.in

અઠવાડિયાના ચોથા કારોબારી દિવસ ગુરુવારે ફિનટેક ફાર્મ વન 97 કમ્યુનિકેશન્સ લિમિટેડ (Paytm)ના શેર 20 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડિંગ દરમિયાન આ શેર 650.65 રૂપિયાના લો લેવલ પર આવી ગયા. શેરની ગત ક્લોઝિંગ 813.30 રૂપિયાની હતી. આ શેરના 52 અઠવાડિયા હાઇ 998.30 રૂપિયા છે. એ સ્તર 20 ઑક્ટોબર 2023ના રોજ હતું. Paytmએ પોતાના નાની ટિકિટવાળી પોસ્ટપેડ લોનને સ્લો કરવાની યોજનાની જાહેરાત કરી છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી અનસિક્યોર લોનને લઈને સખ્તાઈ બાદ Paytmએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બ્રોકરેજને પણ સારો ન લાગ્યો, જેનાથી તેમને કંપની માટે પોતાના આવકના અનુમાનમાં ઘટાડો કરવો પડ્યો. જો કે, તેની સાથે જ કંપની પોતાની પર્સનલ અને બિઝનેસ લોનનો વિસ્તાર કરવા માંગે છે. Paytm મુજબ, કંપની 50 હજાર રૂપિયા કરતા ઓછાની અનસિક્યોર લોનના સ્તરને ક્રમિક રીતે ઓછી કરશે. પોસ્ટપેડ, એક લોન પોર્ટફોલિયો છે જે મુખ્ય રૂપે 50 હજાર રૂપિયાથી ઓછી છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે Paytmના નિર્ણય બાદ પોસ્ટપેડ લોન અડધી થઈ શકે છે, પરંતુ તેનું માર્જિન કે આવક પર કોઈ પ્રભાવ નહીં પડે. તેની આવક પર પ્રભાવ લઘુત્તમ થશે. બ્રોકરેજ ફર્મ જેફરીજે કહ્યું કે, Paytmએ પોતાના અત્યારે ખરીદ્યા, ત્યારબાદ ચૂકવણી કરો’ (BNPL) વ્યવસાયને ફરીથી વ્યવસ્થિત કરવાનો નિર્ણય લીધો છે. અનસિક્યોર લોન આપવા પર રિઝર્વ બેંકના હાલના પગલાં બાદ લોન આપનાર પાર્ટનર પાછળ હટી ગયા છે. જેફરીજ મુજબ, BNPL વિતરણ, જે કુલ વિતરણ 55 ટકા છે, આગામી 3-4 મહિનામાં અડધા થઈ જશે.

નાના પોસ્ટપેડ લોનને કપાત કરવાના પ્લાન સિવાય કંપનીના શેરોમાં ઘટાડાનું બીજું કારણ જોઈએ તો દુનિયાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટની કંપની દ્વારા સાથ છોડવાને પણ માની શકાય છે, જેણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર નાખી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટોક માર્કેટમાં Paytmના શેર લિસ્ટ થયા બાદ પણ ભારે ક્રેશ થયા હતા. નવેમ્બર 2021 બાદ તેના શેર 42 ટકાથી વધુ ડાઉન ચાલી રહ્યા હતા અને ગુરુવારે આ ઘટાડો હજુ વધી ગયો. વોરેન બફેટની બર્કશાયર હેથવેએ ફિનટેક કંપની Paytmથી પોતાની બધી હિસ્સેદારી માર્કેટના માધ્યમથી 1,370 કરોડ રૂપિયામાં વેચી દીધી છે. તેમાં વોરેન બફેટની કંપનીને 600 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp