Zomatoના ખોળામાં આવ્યો Paytmનો આ બિઝનેસ, 2048 કરોડની છે ડીલ

PC: linkedin.com

ઓનલાઇન ફૂડ ડિલિવરી કરનારી દિગ્ગજ કંપની Zomatoએ એક મોટી ડીલની જાહેરાત કરી છે. Zomatoએ બુધવારે જણાવ્યું કે, તે ફિનટેક ફર્મ Paytmના મૂવી એન ઇવેન્ટ ટિકટિંગ બિઝનેસને 244.2 મિલિયન ડૉલર કે 2028 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કરવાની છે. ટિકિટ બિઝનેસમાં ફિલ્મો સિવાય સ્પોર્ટ્સ આયોજનો અને સંગીત સમારોહોની ટિકિટ પણ સામેલ છે. આ ડીલની જાણકારી Paytm બ્રાન્ડનું સંચાલન કરનારી વન97 કમ્યૂનિકેશન લિમિટેડ (OCL)એ પણ આપી છે.

કંપનીએ શેર બજારને જણાવ્યું કે, આ બિઝનેસ Zomatoને વેચાઇ ગયો હોવા છતા આગામી 12 મહિનામાં ટિકિટ Paytm એપ પર જ બુક કરી શકશે. આ ડીલ છતા Zomatoના બિઝનેસનો દાયરો વધી જશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી Zomato ખાણી-પીણીના ઉત્પાદનોનો પુરવઠા સાથે જોડાયેલું ઓનલાઇન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવતી હતી. પરંતુ હવે તેની પાસે શૉ ટિકિટની બુકિંગનો બિઝનેસ પણ આવી જશે. Zomatoએ એક શેર ખરીદ સમજૂતીના માધ્યમથી આ અધિગ્રહણની યોજના બનાવી છે.

એ હેઠળ વન97 કમ્યૂનિકેશન્સની સબ્સિડિયરી OTPL અને WEPLમાં Zomato OCLની સંપૂર્ણ હિસ્સેદારી હાંસલ કરી લેશે. ત્યારબાદ OTPL અને CEPL બંને ખાદ્ય વિતરણ કંપનીની પૂર્ણ સ્વામીત્વવાળી સહાયક કંપનીઓ બની જશે. એ સિવાય Zomato પ્રોફેન્શિયલ અલોટમેન્ટના માધ્યમથી OTPL અને WEPLમાં પ્રાઇમરી રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ એંટફિન સિંગાપુર હોલ્ડિંગે Zomatoમાં 2 ટકાથી થોડી વધારે હિસ્સેદારી 4771 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી.

આ ડીલની જાહેરાત અગાઉ Zomatoના શેર બુધવારે કડાકા સાથે બંધ થયા હતા. અઠવાડિયાના ત્રીજા દિવસે આ શેર 1.16 ટકા ઘટીને 259.95 રૂપિયા પર આવી ગયા હતા. તો Paytmની પેરેન્ટ કંપની વન97 કમ્યૂનિકેશન્સ લિમિટેડની વાત કરીએ તો તેના શેરની ક્લોઝિંગ 573.10 રૂપિયા પર થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp