મોતીઓની ખેતી કરીને ઉદાહરણ બની આ મહિલા, 50 હજારનો ખર્ચ અને લાખોની કમાણી

PC: aajtak.in

મોતીઓની કિંમત અને તેની ઓળખ મહિલાથી સારી કોણ કરી શકે છે. મોતીઓની ડિમાન્ડ દેશથી લઇને વિદેશો સુધી છે. મહિલાઓનું આકર્ષણ મોતીઓથી બનેલા આભૂષણો પ્રત્યે હંમેશાં રહ્યું છે. મોતી સમુદ્રમાંથી કાઢવામાં આવે છે, પરંતુ રાંચીની એક મહિલા ઘરના તળાવમાં મોતીઓની ખેતી કરી રહી છે. આ કામ રાંચીની સંજુ દેવીએ કર્યું છે. તેના દ્વારા તેણે પોતાની નવી ઓળખ બનાવી છે અને કમાણીનું નવું મધ્યમ શોધી કાઢ્યું છે.

સંજુ દેવીના આ પગલાંથી અન્ય મહિલાઓ પણ ખૂબ પ્રભાવિત છે અને સંજુ દેવી પાસે શીખવા માગે છે. સંજુ દેવી એ પળોને યાદ કરે છે, જ્યારે મોતીની એક નાનકડી અંગૂઠી લેવા માટે તેને મોટા મોટા શૉ રૂમમાં જવું પડ્યું હતું અને હજારોની કિંમત સાંભળવી પડી હતી. સંજુ દેવી મહિલાઓના સશક્તિકરણનું ઉદાહરણ બની રહી છે. ઝારખંડની રાજધાની રાંચીના રહેવાસીઓ વચ્ચે તેની અલગ જ ઓળખ બની ગઇ છે અને તે સાથે જ ઘણી મહિલાઓને પણ જોડવાનો પ્રયાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઘણી મેનેજમેન્ટ એજન્સીઓને પહેલા મોતીઓની ખેતીની ટ્રેનિંગ આપે છે કે કેવી રીતે મોતી કરવામાં આવે છે. ત્યારબાદ તેઓ મોતીઓની ખરીદી પણ કરે છે. તેમાં 50 હજારનો ખર્ચ બાદ 3 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે. તેમાં 12-14 મહિનાનો સમય લાગે છે.

કેવી રીતે થાય છે મોતીઓની ખેતી?

સીપના સહારે મોતીનું ઉત્પાદન કરી શકાય છે. તેના માટે તેઓ 500 વર્ગાકાર ફૂટનો તળાવ કે ટેન્કની પસંદગી કરી લે. સૌથી પહેલા સીપોને ઘર પર જ બનાવવામાં આવેલા નાનકડા તળાવમાં વાતાવરણ અનુકૂળ થવા માટે 10 દિવસ સુધી છોડી દો છો. પછી સર્જરી કરીને તેમાં ન્યૂક્લિયસ નાખીને 3 દિવસ એન્ટિબોડીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ બધી સીપોને 12-13 મહિના સુધી તળાવમાં છોડી દેવામાં આવે છે. સીપમાંથી મોતી કાઢવાના કામમાં 3 ગણા સુધીનો નફો થઇ જાય છે.

12-14 મહિનાના ચક્રમાં 2000 કરતા વધુ મોતી તૈયાર થઇ જાય છે. સંજૂ દેવીની આગામી દિવસોમાં મોતીઓની સંખ્યા વધારી રાજ્ય બહાર એક્સપોર્ટ કરવાની પણ તૈયારી છે. સંજુ દેવી કહે છે કે, નવા કામને પડકાર રૂપે સ્વીકારવાનું પસંદ છે. મોતીઓની ખેતીની જાણકારી જામતાડાની સંસ્થા ‘આત્મા’ પાસેથી મળી. સ્ટાર્અપ તરીકે તેને શરૂઆત કરવામાં ઝારખંડ સ્ટેટ લાઇવલીહુડ પ્રમોશન સોસાયટી (JSLPS)નો સહયોગ મળ્યો. લોકડાઉન બાદ ખેડૂત મિત્રો માટે JSLPS તરફથી ખેતીની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આત્મા સંસ્થાએ મહિલા ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે એક્વા કલ્ચર ફાર્મિંગની જાણકારી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp