પર્લ કપુર, ભારતનો સૌથી યુવાન વયનો અબજોપતિ, ગુજરાતમાં કંપની છે

PC: news18.com

દેશનો 27 વર્ષનો યુવાન સૌથી યુવાન અબજોપતિ બની ગયો છે. માત્ર 3 જ મહિનામાં કંપનીનું વેલ્યુએશન 9800 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ યુવાનનું નામ છે પર્લ કપુર.

પર્લ કપુરે ગયા વર્ષે Zyber 365 નામની કંપની ઉભી કરી હતી. આ કંપની બ્લોક ચેઇન ટેક્નોલોજી, સાઇબર સિક્યોર AI ઇકો સીસ્ટમમાં માહિરછે. કંપનીની હેડ ઓફસ UKમાં છે અને ગુજરાતના અમદાવાદથી બધો બિઝનેસ ચાલે છે.

પર્લ કંપુરની કંપનીએ 3 મહિનામાં 9840 કરોડ રૂપિયાનું વેલ્યુએશન કરી દીધું છે. કંપનીમાં પર્લનો હિસ્સો 90 ટકા છે અને 27 વર્ષની ઉંમરે તેની નેટવર્થ 9129 કરોડ રૂપિયા છે. પર્લ કપુરની કંપની યુનિકોર્ન કંપની બની ગઇ છે. યુનિકોર્ન એટલે જે કંપનીનું મૂલ્ય 1 અરબ ડોલરથી વધારે હોય તેને કહેવામાં આવે છે. પર્લની કંપનીનું વેલુએશન 1.2 અરબ ડોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp