ભારતથી UAE પહોંચેલા લોકોને એરપોર્ટ પર રોક્યા,બેંક બેલેન્સ જોઈ પાછા કાઢ્યા

PC: x.com

જો તમે પણ પહેલીવાર UAEમાં રજાઓ ગાળવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. અબુધાબી અથવા દુબઈ પહોંચતા પહેલા ખાતરી કરો કે, તમારા બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડનું મિનિમમ બેલેન્સ 60 હજાર રૂપિયા છે અને તમારી પાસે રિટર્ન ટિકિટ પણ છે. જો આમ ન હોય તો તમારે UAE એરપોર્ટથી જ ભારત પરત ફરવું પડી શકે છે. કારણ કે UAEએ હવે ટુરિસ્ટ વિઝાના દુરુપયોગને રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે. એરપોર્ટ પર મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ બે શરતો પૂરી ન કરનારા ઘણા મુસાફરોને દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ પરથી ભારત પરત મોકલી આપવામાં પણ આવ્યા છે.

મીડિયા સૂત્રએ એક રિપોર્ટમાં ત્યાંના સૂત્રોને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે, તામિલનાડુ અને કેરળના એરપોર્ટ પરથી ફ્લાઈટ લઈને UAE જનારા આવા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેઓ પહેલીવાર UAE આવ્યા છે. દુબઈ અને અબુધાબી એરપોર્ટ પર હવે ઘણી કડકાઈ દાખવવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ બે શરતો પૂરી ન કરનારા ઘણા મુસાફરોને એરપોર્ટ પરથી જ ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં મધ્ય પૂર્વમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ભાડામાં પણ વધારો થઇ ગયો છે.

જ્યારે, એરલાઇન કંપનીઓએ પ્રવાસી વિઝા ધરાવતા 20 થી 35 વર્ષની વય વચ્ચે એકલા મુસાફરી કરતા મુસાફરોનું ચેકિંગ પણ કડક બનાવ્યું છે, જેથી કરીને તેમને દેશનિકાલ થવાથી બચાવી શકાય. જો કોઈ દેશ કોઈ મુસાફરને દેશનિકાલ કરે છે, તો તેને તેના મૂળ દેશમાં પરત લાવવાની જવાબદારી તેને લઈ જતી એરલાઈન્સની હોય છે. આ કારણોસર, તમિલનાડુ અને કેરળના એરપોર્ટ પર ચેક-ઈન કરવામાં વધુ સમય લાગી રહ્યો છે.

ટ્રાવેલ અને ટૂર ઓપરેટરોએ પણ પ્રવાસીઓને UAE ઇમિગ્રેશન દ્વારા લાદવામાં આવેલી કડકતાથી વાકેફ કરવાનું શરૂ કરી દીધું છે અને તમામ નિયમો અને શરતોને પૂર્ણ કર્યા પછી જ મુસાફરી કરવાની સલાહ આપી રહ્યા છે. ચેન્નાઈ મેટ્રો ટ્રાવેલ્સના બશીન અહેમદે કહ્યું, 'UAEએ કડક પગલાં એટલા માટે લીધા છે, કારણ કે કેટલાક લોકો પ્રવાસી વિઝાની આડમાં UAEમાં કામ કરવા જઈ રહ્યા છે. કેટલાક લોકો તેમની રિટર્ન ટિકિટ કેન્સલ કરી દે છે અને UAEમાં જ રોકાઈ જાય છે. હકીકતમાં ફરવા આવનારા પ્રવાસીઓ, કુટુંબ અને જૂથ પ્રવાસીઓને કોઈ સમસ્યા નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp