iPhone દુબઈ લેવા જાવ તો ફરવાનું પણ મફતમાં થઈ જાય
iPhone 16 Pro દુનિયભારમાં લોંચ થઇ ગયો છે, ભારતમાં બનવા છતા આ ફોન દેશમાં સૌથી મોંઘો છે. ભારતમાં iPhone 16 Proની કિંમત 1, 19,900 છે અને તેની સામે દુબઇમાં 98,272માં ભાવ છે. મતલબ કે, ભારત અને દુબઇમાં 17,628 રૂપિયાનો ફરક છે.
હવે લોકો શું કરી રહ્યા છે કે ભારતને બદલે દુબઇ આ ફોન ખરીદવા માટે જાય છે. કારણકે, મુંબઇથી દુબઇ અને દુબઇથી મુંબઇનો એર ફેર 12,700 રૂપિયા છે અને એક વ્યકિત સત્તાવાર રીતે 2 ફોન સાથે લાવી શકે છે. મતલબ કે દુબઇ ફરીને આવ્યા પછી પણ વ્યકિતને 8થી 10,000નો ફાયદો થાય છે. કેટલાંક લોકોએ તો ધંધો બનાવી દીધો છે. ગામડાના 5-7 લોકોને દુબઇ મોકલવામાં આવે અને એ રીતે 10-12 ફોન ભારત લાવીને નફો રળી લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp