દેશમાં સતત 7મા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો, જાણો પ્રમુખ શહેરોના ભાવ

PC: cloudfront.net

પેટ્રોલના ભાવમાં સતત સાતમાં દિવસે ઘટાડો નોંધાયો છે, પરંતુ ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. બુધવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 9 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, ઘટાડો બાદ દિલ્હીમાં પેટ્રોલ 81.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.85 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. 7 દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 1.58 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. તે દરમિયાન ડીઝલમાં 84 પૈસાની રાહત મળી છે. રૂપિયામાં રિકવરી અને ફ્રૂડ ઓઈલ સસ્તુ થતાં પેટ્રોલના ભાવમાં સતત સાતમાં દિવસે બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

બુધવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 0.09 પૈસાના ઘટાડા સાથે ₹ 81.25 પ્રતિ લીટર થયા છે, જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર ના થતા મંગળવારની જેમ ₹ 74.85 પ્રતિ લીટર જોવા મળ્યા છે. દિલ્હી સિવાય મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે.

મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 0.08 પૈસાનો ઘટાડો થયો છે ત્યારબાદ પેટ્રોલના ભાવ ₹ 86.73 પ્રતિ લીટર થયા છે. ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નથી નોંધાયો. આથી તેની કિંમત મંગળવારની જેમ ₹ 78.46 પ્રતિ લીટર રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp