શેરધારકો સાથે રમી રમત, SEBIએ ICICI બેંકને કહ્યું- હવે આવી ભૂલ ન થાય

PC: thehindu.com

શેરબજારનું નિયમન કરતી સંસ્થા SEBIએ દેશની બીજી સૌથી મોટી ICICI બેંકને ચેતવણી આપી છે. બેંકને આ ચેતવણી એટલા માટે આપવામાં આવી હતી, કારણ કે બેંકે ICICI સિક્યોરિટીઝના શેરને ડિલિસ્ટ કરવા માટે શેરધારકોને મત આપવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટોક ડિલિસ્ટિંગનો અર્થ છે માર્કેટમાંથી શેર દૂર કરવા.

SEBIને ઘણા શેરધારકો તરફથી ફરિયાદો મળી હતી કે, બેંક અધિકારીઓએ તેમના પર કોલ કરીને અથવા મેસેજ મોકલીને મતદાન કરવા દબાણ કર્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેઓએ પોતાનો મત કેવી રીતે આપ્યો તેનો સ્ક્રીનશોટ પણ શેર કરવો જોઈએ. માર્ચના અંતમાં, ICIC સિક્યોરિટીઝને તેના શેરો ડિલિસ્ટ કરવા માટે જરૂરી મતો મળ્યા હતા. પરંતુ, SEBIએ એ હકીકત સામે વાંધો ઉઠાવ્યો હતો કે બેંક અધિકારીઓએ શેરધારકો પાસેથી વોટિંગનો સ્ક્રીનશોટ માંગ્યો હતો.

આ સમગ્ર મામલામાં ICIC બેંકે કહ્યું કે, તેઓએ વધુમાં વધુ શેરધારકોને મતદાનમાં સામેલ કરવા માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો. SEBIની વિનંતી પર, બ્રોકરેજે બેંક સાથે શેરધારકોનો ડેટા શેર કર્યો હતો. આના પર, બેંકે કહ્યું કે, ICIC સિક્યોરિટીઝના કેટલાક શેરધારકો દ્વારા ડિલિસ્ટિંગ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહેલા અભિયાનનો સામનો કરવા માટે આ કર્યું છે.

બીજી તરફ, SEBIએ આ સમગ્ર મુદ્દા પર કહ્યું કે, આ મામલે બેંકના હિતોનો ટકરાવ હતો, કારણ કે બેંક ICIC સિક્યોરિટીઝમાં 74 ટકાથી વધુ શેર ધરાવે છે અને આ આપ લે ના વ્યવહારમાં તેનો સીધો ફાયદો છે. આ કારણોસર SEBIએ બેંક દ્વારા કરવામાં આવી રહેલા કામને ખોટું ગણાવ્યું છે. આને ગંભીરતાથી લેતા SEBIએ બેંકને ચેતવણી આપી છે. સાથે જ કહ્યું કે ભવિષ્યમાં આવું બિલકુલ ન કરો અને નિયમોનું પાલન કરવામાં સાવચેત રહો, જેથી કરીને આવી ભૂલો ફરીથી ન થાય. જો આમ નહીં કરવામાં આવે તો બેંક સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp