PM મોદીએ કેમ કહ્યું આ કારણે હવે બિઝનેસ કરવામાં પૈસાની જરૂરિયાત પડતી નથી

PC: ndtv.com

દિલ્હીના પ્રગતિ મેદાનમાં 3 દિવસના સ્ટાર્ટઅપ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે બિઝનેસ માટે પૈસાની જરૂરત પડતી નથી અને એના માટે સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમનો સૌથી મોટો ફાળો છે.

PM મોદીએ કહ્યું કે, હવે બિઝનેસ માટે લોકોની ધારણા બદલાઇ રહી છે, પહેલાં એવી ધારણા હતી કે, બિઝનેસ એજ લોકો કરી શકે, જેમની પાસે પૈસા હોય, પંરતુ સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમે આ ધારણાં બદલી નાંખી છે હવે પૈસા ન હોય તો પણ તમે બિઝનેસ કરી શકો છો. તેમણે કહ્યું કે, આજે સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમના મામલામાં ભારત દુનિયામાં ત્રીજા નંબર પર છે. દેશમા અત્યારે સવા લાખ સ્ટાર્ટઅપ રજિસ્ટર્ડ છે અને 12 લાખ યુવાનો તેમાં જોડાયેલા છે.

ભારત પાસે 110 યુનિકોર્ન કંપનીઓ છે. યુનિકોર્ન એને કહેવામાં આવે છે જે સ્ટાર્ટઅપ કંપનીનું વેલ્યુઅશન 1 અરબ ડોલરને પાર કરી ગયું હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp