UK 'કિંગ'થી પણ વધારે અમીર PM સુનક,વર્ષમાં 1287 કરોડની કમાણી, જાણો નેટવર્થ

PC: x.com/RishiSunak

સન્ડે ટાઈમ્સે અમીરોની નવી યાદી બહાર પાડી છે. આ રિચ લિસ્ટમાં બ્રિટિશ PM ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિની સંપત્તિમાં ગયા વર્ષે 122 મિલિયન પાઉન્ડ (લગભગ 1287 કરોડ રૂપિયા)નો વધારો થયો છે. નવી યાદીમાં, તેમની અંદાજિત નેટવર્થ 2023માં 529 મિલિયન પાઉન્ડથી વધીને 651 મિલિયન પાઉન્ડ (રૂ. 6867 કરોડ) થઈ છે.

સંપત્તિમાં આટલા વધારા સાથે, ઋષિ સુનક રાજા ચાર્લ્સ ત્રીજા કરતાં વધુ અમીર બની ગયા છે. બ્રિટનના સૌથી ધનિક લોકોની તાજેતરની સન્ડે ટાઈમ્સની વાર્ષિક યાદી અનુસાર, ચાર્લ્સ III ગયા વર્ષે સુનક પરિવાર કરતાં ઊંચો ક્રમ ધરાવતા હતા. પરંતુ ગયા વર્ષે વ્યક્તિગત સંપત્તિમાં થોડો વધારો થયો છે, જે 10 મિલિયન પાઉન્ડ વધીને 610 મિલિયન પાઉન્ડ થયો છે.

વર્ષ 2022માં ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિની સંપત્તિ સ્વર્ગસ્થ રાણી કરતા પણ વધુ થઈ ગઈ હતી. તે વર્ષે એલિઝાબેથ IIની સંપત્તિનું મૂલ્ય 370 મિલિયન પાઉન્ડ હતું. સુનક સન્ડે ટાઈમ્સના 35 વર્ષના ઈતિહાસમાં વાર્ષિક સંપત્તિની યાદીમાં સામેલ થનાર પ્રથમ ફ્રન્ટ-લાઈન રાજકારણી બન્યા છે.

ઋષિ સુનક અને તેમની પત્નીની સંપત્તિમાં વધારો ઇન્ફોસિસમાં મૂર્તિની હિસ્સેદારી સાથે જોડાયેલો છે. Infosysએ 70 બિલિયન ડૉલર (55.3 બિલિયન પાઉન્ડ)ની ભારતીય IT કંપની છે, જેની સહ-સ્થાપના NR નારાયણ મૂર્તિએ કરી હતી જે, અક્ષતા મૂર્તિના પિતા છે. અક્ષતા મૂર્તિનો પણ તેમાં હિસ્સો છે, ગયા વર્ષ દરમિયાન ઈન્ફોસિસમાં અક્ષતા મૂર્તિના શેરનું મૂલ્ય 108.8 મિલિયન પાઉન્ડ વધીને લગભગ 590 મિલિયન પાઉન્ડ થયું છે. જો કે, એક મીડિયા સૂત્ર અહેવાલ આપે છે કે, દંપતીની સંપત્તિ તેના 2022ના સ્તરથી નીચે રહે છે, જ્યારે તેનો અંદાજ 730 મિલિયન પાઉન્ડનો હતો.

સન્ડે ટાઈમ્સની વાર્ષિક યાદીએ જાહેર કર્યું છે કે, 2023માં જોવા મળતી થીમને ચાલુ રાખીને બ્રિટિશ અબજોપતિઓની સંખ્યામાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે. UKમાં 2022માં 177 અબજોપતિ હતા, જે ગયા વર્ષે ઘટીને 171 થઈ ગયા અને આ વર્ષે ફરી ઘટીને 165 થઈ ગયા.

રિચ લિસ્ટ મુજબ હિન્દુજા ગ્રુપના ગોપી હિન્દુજા અને તેમના પરિવારની સંપત્તિ 37.2 બિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ છે. તેમનો બિઝનેસ એનર્જી, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ અને બેન્કિંગ અને ફાઈનાન્સ જેવા ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. સર લિયોનાર્ડ બ્લાવટનિક આ યાદીમાં બીજા સ્થાને છે. આ પછી ડેવિડ અને સિમોન રૂબેન અને પરિવાર ત્રીજા સ્થાને છે. આર્સેલર મિત્તલના માલિક અને ભારતીય મૂળના લક્ષ્મી મિત્તલ અને તેમનો પરિવાર 14.92 બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે યાદીમાં 8મા નંબરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp