અચાનક પૈસાની જરૂરિયાત ક્યારે પણ પડી શકે, ઇમરજન્સી ફંડ તૈયાર કરો

PC: credello.com

જીવનના સફરમાં ગમે ત્યારે જોખમ આવી શકે છે. જીવનની ગાડી ગમે ત્યારે પાટા પરથી ઉતરી શકે છે. પણ આવુ ક્યારે થવાનું છે તેના પૂર્વાનુમાન કોઇને જ નથી થતા. આવી પરિસ્થિતીઓનો સામનો કરવા માટે આપાત કોષ એટલે કે ઇમરજન્સી ફંડ દરેકે જરૂરથી બનાવવું જ જોઇએ. કારણ કે, દુનિયામાં કોઇપણ પરિસ્થિતિમાં પૈસા એક મહત્વનું પરિબળ બની રહે છે.

કોરોના મહામારી બાદથી જ લોકો વધુ સજાગ બની ગયા છે. જીવન પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો છે. તેથી વધારે પડતા લોકો બચત પર ફોકસ કરી રહ્યા છે. આવનારા સમય માટે આપણાંમાથી વધારે પડતા લોકોએ પૈસા ભેગા કરીને રોકાણ કર્યું હશે પણ ઇમરજન્સી આવે ત્યારે આપણે ભવિષ્ય માટે રાખેલા પૈસાનો જ ઉપયોગ કરીએ છીએ. તેથી કેટલીક ક્ષણો માટે આવલા આર્થિક સંકટનું નિવારણ તો થઇ જાય છે પણ ભવિષ્ય માટે રાખેલી મુડી તુટી જાય છે. તેથી તાત્કાલિક આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે ઇમરજંસી ફંડ જરૂર બનાવવું જોઇએ.

ઇમરજન્સી ફંડ એ આપણા એકઠા કરેલા પૈસા જ હોય છે. જે અચાનક આર્થિક સંકટ આવી પડે ત્યારે તેના નિવારણ માટે ભવિષ્યની મૂડીને હાથ લગાવવો પડે તેવી બચતને ઇમરજન્સી ફંડ તરીકે ગણી શકાય છે. ઇમરજન્સી ફંડના કારણે આપણે આપણા લાંબા સમય માટે કરેલા રોકણને છેડવાની જરૂર ન પડવી જોઇએ અને આપણે કોઇની પાસે હાથ ન ફેલાવવો પડવો જોઇએ અને ઘર પરિવાર પર કોઇ વિપરીત અસર ન પડવી જોઇએ. ઇમરજન્સી ફંડનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ બની રહે છે અને તમે ચિંતા મુક્ત થઇને તમારુ જીવન જીવી શકો છો.

નિષ્ણાંતો કહે છે કે, ઇમરજન્સી ફંડ તમારી ઓછામાં ઓછી 6 મહિનાની કમાણી જેટલું હોવું જ જોઇએ. જો તમારી આવક 50000 રૂપિયા પ્રતિ માસની છે તો તમારી પાસે 3 લાખ રૂપિયાનું ઇમરજન્સી ફંડ હોવુ જ જોઇએ. આ પૈસાને એવી રીતે રોકવા જોઇએ કે જ્યાં પૈસા લાંબા સમય માટે બ્લોક ન થઇ જાય. જરૂર પડે ત્યારે આ ફંડને તરત જ ઉપયોગમાં લઇ શકાય તેવી રીતે આ પૈસાનું રોકાણ કરવું જોઇએ.

પોતાની જરૂરિયાત અને બજારની સ્થિતિના આધારે માર્કેટ એક્સપર્ટની સલાહ લઇને ઇમરજન્સી ફંડ તૈયાર કરવું જોઇએ. ઇમરજન્સી ફંડ માટે પૈસાને સુરક્ષિત જગ્યા પર રોકાણ કરવું જોઇએ. જ્યાં બજારનું જોખમ ઓછું થઇ જાય. તેના માટે સરકારી સ્કીમ એક સારુ માધ્યમ છે.

માર્કેટ એક્સપર્ટ કહે છે કે, ઇમરજન્સી ફંડને બેંકમાં એફડી કરીને સુરક્ષીત રાખવું જોઇએ. કેટલીક બેંક 1 વર્ષ કે તેનાથી ઓછા સમય માટે એફડી કરાવે છે. અલગ અલગ સમયની એફડી પર બેંક અલગ અલગ વ્યાજ આપે છે. ઇમરજન્સી ફંડ માટે કેટલાક પૈસાને પોસ્ટ ઓફિસ કે બેંકમાં રિકરિંગ ડીપોઝીટના રૂપે પણ જમા કરી શકાય છે. પોસ્ટ ઓફિસમાં આરડી પર 5.8 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. બેંકોમાં 4 થી 6 ટકાની વચ્ચે વ્યાજ મળે છે.

કોઇપણ ઇમરજન્સી ફંડને સ્ટોક કે બોન્ડમાં કોઇ દિવસ ન રાખવું જોઇએ. કારણ કે ઇમરજન્સી ફંડ મંદીના સમયમાં ઉપયોગ કરવામાં આવે છે અને મંદીના સમયમાં શેર બજાર અને બોન્ડ માર્કેટ પણ મંદીનો શિકાર થયા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp