ડાયમંડ ઉદ્યોગને પડતા પર પાટું, પોલિશ્ડ હીરાના ભાવ ફરી તૂટી ગયા
ડાયમંડ ઉદ્યોગ છેલ્લાં ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે એવા સમયે પડતા પર પાટું જેવા ઘાટ થયો છે.હીરાઉદ્યોગમાં પોલિશ્ડ ડાયમંડના ભાવ જાહેર કરતી અમેરિકાની કંપની રેપ નેટે 30 ઓગસ્ટ, શુક્રવારે પોલિશ્ડ ડાયમંડના ભાવમાં 5થી 7 ટકા જેટલો ઘટાડો જાહેર કર્યો છે. હજુ જુલાઇ મહિનામાં જ આ જ રેપ નેટે પોલિશ્ડ ડાયમંડના ભાવમાં 10થી 12 ટકાનો ઘટાડો કરી દીધો હતો.
મુંબઇના ડાયમંડ વેપારી રાકેશ શાહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમણે કહ્યું છે કે, 5 જુલાઇએ રેપાપોર્ટે તૈયાર હીરાના ભાવ ઘટાડ્યા ત્યારે હીરાઉદ્યોગ કોમામાં આવી ગયો હતો. હજુ માંડ બહાર આવ્યો ત્યાં ફરી પોલિશ્ડ ડાયમંડના ભાવ 5થી 7 ટકા તોડી નાંખવામાં આવ્યા. શાહે કહ્યું કે, હવે વેપારીઓ સંગઠીત થવું પડશે અને રેપાપોર્ટને જાકારો આપવો પડશે. ભારતમાં જ પોલિશ્ડ ડાયમંડના ભાવ પડે એવુ કરવાનો સમય આવી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp