રાજકોટ યાર્ડમાં લસણના ભાવમાં ભડકો, ઇતિહાસમાં પહેલીવાર આટલા ઉંચા

PC: divyabhaskar.co.in

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખેડુતોને કહેવું છે કે ઇતિહાસમાં પહેલીવાર ખેડુતોને સુકા લસણના એક કિલાના ભાવ 400-500 રૂપિયા મળી રહ્યા છે.

લસણના ભાવ અચાનક ભડકે બળવાનું કારણ એવું છે કે, ચાલું વર્ષમાં વાતાવરણમાં અનેક વખત ફેરફાર થયા હતા અને કમોસમી વરસાદ પણ પડ્યો હતો, જેને કારણે માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક ઓછી આવી રહી છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં મોટાભાગના યાર્ડમાં સુકા લસણનો સટોક ખુટે નહીં તેવો ઇતિહાસ છે, પરંતુ આ વખતે જુના લસણનો સ્ટોક ખલાસ થઇ ગયો છે.

ખેડુતોએ કહ્યું કે, જુના લસણના 20 કિલોએ 7,000થી વધારે ભાવ મળી રહ્યા છે.રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ કહ્યું કે, 15 દિવસ પહેલાં લસણની 2000-3000 ગુણીઓ આવતી હતી તે હવે ઘટીને માત્ર 200-300 ગુણીઓ જ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp