આ સ્ટોકે રોકાણકારોને 2 વર્ષમાં 300 ટકા વળતર આપ્યું

PC: twitter.com

રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને VMWare વર્ચ્યુઅલાઈઝેશન લાયસન્સ માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ તરફથી નવો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર ત્રણ વર્ષના સમર્થન માટે છે. કંપનીએ આજે 23 માર્ચે જણાવ્યું હતું કે, આ ઓર્ડર રૂ. 36.35 કરોડનો છે. આ ઓર્ડર 19 જુલાઈ, 2024 સુધીમાં પૂર્ણ કરવાનો છે. ગયા શુક્રવારે કંપનીના શેરમાં 0.59 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો અને શેર રૂ. 360.20 પર બંધ થયો હતો. શેરનો 52-સપ્તાહનો હાઈ રૂ. 491.15 અને 52-સપ્તાહનો નીચો રૂ. 96.20 છે. અહીં તમને બતાવી દઈએ કે, કંપનીને ત્રણ દિવસમાં આ બીજો ઓર્ડર મળ્યો છે.

અગાઉ 21 માર્ચે કંપનીએ કહ્યું હતું કે, તેને બિહાર સરકારના શિક્ષણ વિભાગ તરફથી ₹99 કરોડથી વધુના ઓર્ડર મળ્યા છે. ઓર્ડર હેઠળ, કંપની VI થી XIIના વર્ગો માટે વિદ્યાર્થી કિટ્સ (શિક્ષણ શીખવવાની સામગ્રી) સપ્લાય કરશે. કંપનીએ કહ્યું કે, આ કોન્ટ્રાક્ટ 13 જૂન, 2024 સુધીમાં પૂરો કરી દેવામાં આવશે.

રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના CMD સંજય કુમારે 21 માર્ચે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, કંપનીની વર્તમાન ઓર્ડરબુક રૂ. 4,900 કરોડ છે. 'માર્ચમાં, અમને ઘણી સારી સંખ્યામાં ઓર્ડર મળ્યા છે. આ સાથે, અમે હવે આ ત્રિમાસિક ગાળામાં જ લગભગ રૂ. 1,250 કરોડના ઓર્ડર પૂરા કરી રહ્યા છીએ.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, FY25 સુધીમાં કુલ ઓર્ડર બુકના 40 ટકા આવકમાં રૂપાંતરિત થવાની અપેક્ષા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'જ્યાં સુધી વૃદ્ધિ માર્ગદર્શનનો સંબંધ છે, તેમાં અમે ચોક્કસપણે વર્તમાન વૃદ્ધિ માર્ગદર્શિકાને ઓળંગવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું અને અમને ખાતરી છે કે અમે તે હાંસલ કરીશું. અમે ચોક્કસપણે વૃદ્ધિ માર્ગદર્શિકાને તેના કરતા વધારે રાખીશું.'

છેલ્લા એક મહિનામાં રેલટેલના શેરમાં 15 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે, તેણે છેલ્લા 5 મહિનામાં 58 ટકા વળતર આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 2 ટકાનો વધારો થયો છે. જો કે, છેલ્લા એક વર્ષમાં તેણે 262 ટકાનું જબરદસ્ત વળતર આપ્યું છે. છેલ્લા બે વર્ષમાં તેના રોકાણકારોને 303 ટકાનો બમ્પર નફો થયો છે.

નોંધ: અહીં તમને શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી. ઇક્વિટી માર્કેટમાં જોખમ છે, તેથી તમારા પોતાના જોખમે રોકાણ કરો. પરંતુ રોકાણ કરતા પહેલા શેર બજારના નિષ્ણાતનો અભિપ્રાય ચોક્કસ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp