આ બિઝનેસમેને એક દિવસમાં કરી લીધી 3,000 કરોડની કમાણી

PC: twitter.com

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને કારણે ગૌતમ અદાણીની ગ્રુપ કંપનીઓને જે પારાવાર નુકશાન થયું તેવી તકલીફના સમયે અદાણીની કંપનીમાં રોકાણ કરનાર રાજીવ જૈનને કર્મનું ફળ મળી ગયું છે. મંગળવારે અદાણી ગ્રુપના બધા શેરોમાં રોકેટગતિએ ઉછાળો આવ્યો તેમાં રાજીવ જૈને નોટ છાપી લીધી છે અને 3,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મંગળવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન 20 ટકા સુધી ઉછળ્યા. જ્યારે અદાણી સ્ટોક્સમાં ઉછાળાને કારણે ગ્રૂપના માર્કેટ કેપમાં વધારો થયો છે, ત્યારે GQG પાર્ટનર્સના અનુભવી રોકાણકાર રાજીવ જૈન, જેમણે કંપનીના શેરમાં રોકાણ કર્યું હતું, તેમણે પણ મોટી કમાણી કરી છે.તેમને શેર માર્કેટમાં કલોકામાં જ 3,000 કરોડ રૂપિયા કમાઇ લીધા છે.

રાજીવ જૈને અદાણી ગ્રુપની છ લિસ્ટેડ કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યા બા મંગળવારે કંપનીના શેરોમાં તોફાની તેજી જોવા મળી હતી.

રાજીવ જૈને અદાણીની 10 કંપનીઓમાંથી 6 કંપનીઓમાં રોકાણ કરેલું છે. જેમાં અદાણી પાવર, અદાણી એનર્જિ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ગ્રીન એનર્જિ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સીમેન્ટ સામેલ છે.

AceEquityના આંકડા મુજબ GQG પાટનર્સ દ્વારા ગૌતમ અદાણીની કંપનીઓમાં કરેલું કુલ રોકાણ શુક્રવારે 27,998.08 કરોડ રૂપિયા હતી, જે મંગળવારે શેરબજાર બંધ થયું ત્યારે 31,000 કરોડ રૂપિયા થઇ ગયું છે.

જો રાજીવ જૈનની હિસ્સેદારીની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં અદાણી પાવરમાં 1.28 ટકા, અદાણી એનર્જિમાં 2.49 ટકા હતી. GQG પાર્ટનર્સ સાથે સંબંધિત બે ફંડ અદાણી એન્ટરપ્રાઇઝિસમાં સંયુક્ત 2.74 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય GQG ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સમાં 1.8 ટકાથી 3.6 ટકા હિસ્સો ધરાવે છે.

ગયા વર્ષે 2022 માં, ગૌતમ અદાણી વિશ્વના તમામ અમીરોને પાછળ છોડીને સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ તરીકે ઉભરી આવ્યા હતા, પરંતુ આ વર્ષની શરૂઆતમાં, 24 જાન્યુઆરી, 2023 ના દિવસે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગનો અહેવાલ પ્રકાશિત થયો હતો. આ પછી, તેમને થોડા મહિનામાં 60 અબજ ડોલરનું નુકસાન થયું. આ ખરાબ અને કપરા સમયમાં GQGના રાજીવ જૈને અદાણી ગ્રુપને સમર્થન આપતાં મોટું રોકાણ કર્યું હતું.

રાજીવ જૈને માર્ચ 2023માં અદાણીની ચાર કંપનીઓમાં 15,446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ પછી તેમનું રોકાણ અને આત્મવિશ્વાસ વધ્યો. મે 2023માં તેમણે પોતાનો હિસ્સો 10 ટકા વધાર્યો હતો. તે પછી, GQGએ જૂન મહિનામાં ફરીથી અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ગ્રીન એનર્જિમાં લગભગ રૂ. 8,265 કરોડનું રોકાણ કર્યું હતું.

એ જ મહિનામાં, GQG એ અદાણી ટ્રાન્સ કમિશનના લગભગ 1.9 ટકા શેર રૂ. 1,676 કરોડમાં ખરીદ્યા હતા. તેઓ તેમના રોકાણમાંથી મજબૂત નફો પણ મેળવી રહ્યા છે.

શેરોમાં આવેલી તેજીને કારણે અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં પણ મોટો ઉછાળો આવ્યો છે અને ગ્રુપનું માર્કેટ કેપ 11 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.જો કે જ્યારે હિંડનબર્ગનો રિપોર્ટ જાહેર થયો તે પહેલા અદાણીનું માર્કેટ કેપ 19.19 લાખ કરોડ રૂપિયા પર હતું.મતલબ કે આ લેવલથી હજુ 40 ટકા ઓછું માર્કેટ કેપ છે.

જો કે, રાજીવ જૈને પોતાના હિસ્સાના શેર વેચીને કમાણી ગજવે ઘાલી છે કે પછી માત્ર ચોપડે જ નફો નોંધાયો છે તે વિશે જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp