રામદેવબાબા IPOમાં પૈસા લગાવવા ઉમટ્યા લોકો, પરંતુ આ બાબા રામદેવની કંપની નથી!

PC: zeebiz.com

શેર બજારમાં એન્ટ્રી લેવા માટે વધુ એક કંપની IPO લઈને આવી ચૂકી છે. 15 એપ્રિલે આ IPO સભ્યતા માટે ખૂલ્યો હતો અને તેમાં દાવ લગાવવા માટે આજે છેલ્લો અવસર છે. રામદેવબાબા સોલ્વેન્ટ લિમિટેડના IPOને રોકાણકારો દ્વારા સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રામદેવબાબા સોલ્વેન્ટ લિમિટેડના IPOને રોકાણકારોએ 17 એપ્રિલ સુધી 10.06 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આ IPOની ઇશ્યૂ સાઇઝ 59.14 લાખ શેરનો છે. જેની કિંમત 50.27 કરોડ રૂપિયા છે.

આ IPOનું અલોટમેન્ટ શુક્રવાર 19 એપ્રિલના રોજ થશે, જ્યારે લિસ્ટિંગની વાત કરીએ તો રામદેવબાબા સોલ્વેન્ટના શેર NSE અને BSE પર મંગળવાર 23 એપ્રિલ 2024ના રોજ થશે. રામદેવબાબ સોલ્વેન્ટ લિમિટેડ IPOની પ્રાઇઝ બેન્ડ 80 થી 85 રૂપિયા પ્રતિ શેર છે. આ કંપનીનો મિનિમમ લોટ સાઇઝ 1600 શેરોનો છે, જેના માટે ઓછામાં ઓછા રિટેલ ઇન્વેસ્ટર્સે 1 લાખ 36 હજાર લગાવવા પડશે.

HNI આ IPOમાં 2 લોટ ખરીદી શકે છે, જેના માટે 2 લાખ 72 હજાર રૂપિયા લગાવવા પડશે. પહેલા એ ક્લિયર કરી દઈએ કે આ બાબા રામદેવની કંપની નથી. આ કંપનીની સ્થાપના વર્ષ 2008માં થઈ હતી. આ કંપની ચોખાના ફૂસી તેલનું ઉત્પાદન અને વિતરણ કરે છે. આ કંપની રાઇસ બ્રાન ઓઇલ બનાવવા, ડિસ્ટ્રિબ્યૂશન અને FMCG કંપનીઓ જેમ કે મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ અને અમ્પાયર સ્પાઇસીસ ફૂડ લિમિટેડને સેલ કરે છે.

આ કંપની પોતાના રાઈસ બ્રાયન ઓઇલ બ્રાન્ડ તુલસી અને હેલ્થ નામથી વેચે છે. રામદેવ સોલ્વેન્ટ SMEની લાસ્ટ GMP 27 રૂપિયા પ્રતિ શેર હતી. જો આ નફા સાથે કંપની 23 એપ્રિલે લિસ્ટ થશે તો રોકાણકારોને દરેક શેર પર 31.76 ટકાનો નફો થશે અને કંપનીના શેર 112 પ્રતિ શેર પર લિસ્ટ થઈ શકે છે. એવામાં જો કોઈએ તેનો એક લોટ ખરીદ્યો હોય તો લિસ્ટિંગ પર તેના રોકાણની રકમ 1,79,200 રૂપિયા થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp