વર્ક ફ્રોમ હોમ ફ્રોડ ઝડપથી ફેલાઇ રહ્યું છે, ગઠિયાઓ આ રીતે કરોડો ઉસેટી રહ્યા છે
લોકોની સાથે છેતરપિંડી કરવાની નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. હવે વર્ક ફ્રોમ હોમ ફ્રોડ સામે આવ્યું છે, જેમાં ભણેલા ગણેલા લોકો ફસાયા છે અને ગઠીયાઓએ કરોડો રૂપિયા ઓનલાઇન ઉસેટી લીધા છે. આ એક એવી માયાજાળ છે જેમાં ધીમે ધીમે લોકો ફસાતા જાય છે. જાણવા મળેલી વિગત મુજબ આ કૌભાંડમાં લોકોએ 50000 રૂપિયાથી માડીંને 40 લાખ રૂપિયા સુધીની રકમ ગુમાવી છે અને ફસાઇ જનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે.
આજ તકના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રહેતા એક યુવાન એન્જિનિયરે થોડા સમય પહેલા જ જોબ ગુમાવી હતી. એ યુવાન અલગ અલગ પોર્ટલ પર નોકરીની શોધ કરી રહ્યો હતો. એવા સમયે તેના WhatsApp આવ્યો. એ મેસેજ જોબ પ્રોફાઇલનો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે Concentrix નામની કંપનીમાં એક જગ્યા છે અને તેમાં તમારું CV શોર્ટલિસ્ટ થયું છે. એ મેસેજના બે દિવસ માંજ યુવાન સાથે 3.5 લાખ રૂપિયાની ઠગાઇ થઇ ગઇ. આ તો એક દાખલો છે, પરંતુ આવા સેંકડો લોકો છે જે કૌભાંડીઓની માયાજાળના શિકાર બની રહ્યા છે. ઉત્તર પ્રદેશના જ એક વ્યકિતએ વર્ક ફ્રોમ હોમ ફ્રોડમાં 40 લાખ રૂપિયા ગુમાવ્યા છે. અનેક લોકોની જિંદગીભરની કમાણી સાફ થઇ ગઇ છે.
ઠીયાઓ કેવી રીતે લોકોનો શિકાર કરે છે તે જાણવા જેવું છે જેથી ભવિષ્યમાં તમે પણ આવા ફ્રોડથી બચી શકો. ગઠીયાઓ પહેલાં મેસેજ મોકલે છે કે તમે વર્ક ફ્રોમ કરીને એકસ્ટ્રા કમાણી કરી શકો છો. તમને એવું લાગશે કે આ એક જોબ ઓફર છે. મેસેજમાં કહેવામાં આવે છે કે બ્લોગર્સના ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યુબ પર રીચ વધારવા માટે તમારે માત્ર કેટલાંક એકાઉન્ટસ ફોલો કરવા પડશે અને વીડિયોને લાઇક કરવાનું રહેશે. પહેલાં જ દિવસે આ ગઠીયાઓ લોકોના ખાતામાં 1,000થી 10000 સુધીની રકમ જમા કરાવી દે છે. હવે ઘરે બેઠા બેઠા ખાલી લાઇકસ અને ફોલો કરવાનું હોય અને ઝડપથી રૂપિયા મળતા હોય એટલે લોકો લલચાઇ જાય છે અને કામ કરવાનું શરૂ કરી દે છે. લોકોનો વિશ્વાસ મેળવવા માટે થોડા દિવસો સુધી ગઠીયાઓ નિયમીત રૂપિયા જમા કરાવતા રહે છે.
એકાઉન્ટને લાઈક અને ફોલો કરવાનું કામ એવી રીતે જણાવવામાં આવ્યું હતું કે કંપનીના ગ્રોથ માટે આ કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેસેજનોમુસદ્દો તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ પ્રોફેશનલી રીતે મોકલવામાં આવે છે. દરરોજ 20 એકાઉન્ટને ફોલો કરવા અને પોસ્ટને લાઈક કરવા માટે કહેવામાં આવે છે. ઘણી વખત નકલી આઈડી કાર્ડ પણ મોકલવામાં આવે છે જેથી લોકો સરળતાથી છેતરાઈ શકે.
મેસેજમાં કહેવામાં આવે કે અમારા ગ્રાહકોના સોશિયલ મીડિયા પેજીસને અનુસરવામાં અમારી મદદ કરવા માટે કંપનીને સહ-કર્મચારીની જરૂર છે. તમે દૈનિક ધોરણે વધારાની આવક માટે આમાં જોડાઈ શકો છો. રોજના 20થી 25 ટાસ્ક આપવામાં આવશે અને દરેક ટાસ્ક દીઠ 70 રૂપિયા આપવામાં આવશે.
એ પછી યૂઝરને ટેલીગ્રામ ગ્રુપમાં ADD કરવામાંઆવે છે. જેમાં પહેલેથી ઘણા લોકો સામેલ હોય છે એટલો લોકોનો વિશ્વાસ વધી જાય છે. એ પછી ગઠીયાઓ બીજા ટાસ્ક તરીકે એક લાંબો મેસેજ મોકલે છે જે જોવામાં એકદમ પ્રોફેશનલ લાગે. એમાં ટ્રેડીંગના કેટલાંક સ્ટેપ્સ બતાવવામાં આવ્યા હોય છે અને એવું કહેવામાં આવે છે કે તમારા રૂપિયા આ એકાઉન્ટમાં નાખો તમને અમૂક ટકા ઇન્સેન્ટીવ તરીકે રકમ મળશે. આ પુરા સ્ટેપ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે લોકોને એવું લાગે કે ટ્રેડીંગ પ્લેટફોર્મ પર ક્રિપ્ટોની ટ્રેડીંગ થઇ રહ્યું છે.
ટેલિગ્રામના એ ગ્રુપના સુપરવાઇઝર ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ જેવી દેખાતી વેબસાઇટ પર વિક્ટિમનું એકાઉન્ટ બનાવે છે. લિંક પર ક્લિક કરીને અને યૂઝર્સનું નામ અને પાસવર્ડ દાખલ કરવાથી, એક ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ ખુલે છે. અહીં બિટકોઈન, ઈથેરિયમ જેવા કોઇનના ટ્રેડીંગ અનેચાર્ટ દેખાઇ છે. આ આખું પ્લેટફોર્મ જ એક માયાજાળ જેવું હોય છે જે એક ફોડ પ્લેટફોર્મ છે. જેમાં યૂઝરનું નામ દેખાઇ, ટ્રેડીંગ જેવું ઇન્ટરફેસ હોય અને એક વર્ચુઅલ વોલેટ જોવા મળે. ગઠીયાઓ જે રૂપિયા ટ્રાન્સફર કરે તે લોકોને તેમના ખાતામાં દેખાઇ, પરંતુ એ ફ્રોડ હોય છે. હકિકતમાં એ રૂપિયા જમા થતા હોતા નથી.
ગઠીયાઓ લોકોને એ રીતે લલચાવે છે કે, ટેલિગ્રામ જૂથ એડમિન કેટલાક વિકલ્પો આપે છે. ઉદાહરણ તરીકે, 15000 આપવા પર, તમને 16000 મળશે, જ્યારે40000 જમા કરાવવા પર તમને 48000 રૂપિયાનો ફાયદો થશે. અહીં એવું કહેવાય છે કે ટ્રેડીંગ આ માટે માત્ર થોડીક સેકન્ડનો સમય મળશે. જો કે તેનો કોઈ અર્થ હોતો નથી કારણકે, વેબસાઇટ પર નકલી કાઉન્ટડાઉન ટાઈમર ઇન્સ્ટોલ કરેલું હોય છે. આ રીતે લોકો રૂપિયા નાખતા રહે છે અને પછી ફસાઇ જાય છે.
વ્હોટસેપ ગ્રુપમાં જે રીતે ગ્રુપ મેમ્બરના બધાના નંબરો દેખાતા હોય છે, તેવું ટેલીગ્રામમાં નથી. અહીં એડમિનના નંબરો દેખાતા નથી, એટલે પોલીસ માટે પણ કૌભાંડીઓ સુધી પહોંચવાનું મુશ્કેલ હોય છે.
આ વર્ષે જાન્યુઆરીમાં પોલીસે વર્ક ફ્રોમ હોમ સ્કેમર્સની ધરપકડ કરી હતી. ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તપાસમાં બહાર આવ્યું હતું કે Paytmના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજર પણ આ કૌભાંડમાં સામેલ હતા જેઓ નાણાકીય છેતરપિંડીઓમાં કૌભાંડીઓને મદદ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ કૌભાંડનો મુખ્ય આરોપી જ્યોર્જિયા સ્થિત છે.
જોકે આ નેક્સસ ભારતમાં ચંદીગઢ, મુંબઈ, હરિયાણા, દિલ્હી અને પંજાબથી ચલાવવામાં આવી રહ્યું છે. આ કૌભાંડ ખૂબ જ સોફેસ્ટીકેટેડ રીતે ચલાવાવમાં આવે છે અને તેમાં સંડોવાયેલા મોટાભાગના લોકો ખૂબ જ શિક્ષિત છે. શક્ય છે કે તેની પાસે કોડિંગથી લઈને સોશિયલ એન્જિનિયરિંગ સુધીનો ઘણો કમાન્ડ હોય શકે છે, આ કારણોસર, તેઓ આ સમગ્ર કૌભાંડને એવી રીતે ડિઝાઇન કરી રહ્યા છે કે કોઈપણ સરળતાથી તેમની જાળમાં ફસાઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp