રતન ટાટાની 10000 કરોડની સંપત્તિની વસિયત જાહેર, જાણો કોને શું મળ્યું?
રતન ટાટાનું 9 ઓક્ટોબરે નિધન થયું એ પછી તેમની સંપત્તિની વસિયત જાહેર થઇ છે. 10,000 કરોડની સંપત્તિમાંથી કોને શું મળ્યું તે વિશે જણાવીશું. રતન ટાટા જીવતા હતા ત્યારે એક ઉમદા વ્યકિત તરીકે જાણીતા હતી હવે જ્યારે તેમની વસિયત સામે આવી છે તેમાં પણ એક જેન્ટલમેન તરીકેની તેમની ઇમેજ સામે આવી છે.
રતન ટાટા વસિયત નામામાં વર્ષોથી સાથે રહેલા રસોઇયા રાજન શો અને બટલર સુબ્યાહનું નામ પણ લખી ગયા છે. ઉપરાંત તેમની માનીતા પેટ ડોગ ટીટો વિશે લખ્યું છે કે તેની આજીવન દેખરેખ રાખવામાં આવે અને તેની કેર રસોઇયા રાજનને સોંપવામાં આવી છે.
રતન ટાટાના સૌથી યુવા મિત્ર શાંતનુ નાયડુને વસિયતમાં જણાવ્યા મુજબ તેની વિદેશ ભણવાની લોન માફ કરી દેવામાં આવી છે અને શાંતનુના સ્ટાર્ટઅપ ગૂડફ્લોઝમાં રતન ટાટાની જે હિસ્સેદારી છે તે ખતમ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp