રવિચંદ્રન અશ્વિને જણાવી દીધું ક્યારે લેશે તે ક્રિકેટમાંથી સંન્યાસ
ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાના ઇન્ટરનેશનલ કરિયર પર ખૂલીને વાત કરી છે. ભારતીય ટેસ્ટ ટીમના મહત્ત્વના સભ્ય અશ્વિને કહ્યું હતું કે, તે સંન્યાસ બાબતે ત્યારે જ વિચારશે, જ્યારે તેનામાં પોતાની રમતનો સુધારવાની ઈચ્છા નહીં રહે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અગાઉ અશ્વિને કહ્યું હતું કે, તેણે અત્યાર સુધી નિર્ણય લીધો નથી કે તે ક્યારે સંન્યાસ લેશે. અશ્વિને વિમલ કુમાર સાથે પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન કહ્યું કે, ‘મારા મનમાં એવું કંઇ નથી. હું આ સમયે માત્ર એક દિવસ બાબતે વિચારી રહ્યો છું કેમ કે જ્યારે તમે વૃદ્ધ થઈ જાવ છો તો તમારે રોજ વધારે મહેનત કરવી પડે છે.
તેણે એમ પણ કહ્યું કે, એ પહેલા જેવું રહેતું નથી. મેં છેલ્લા 3-4 વર્ષોમાં ખૂબ મહેનત કરી છે. મેં અત્યારે (સંન્યાસ)નો નિર્ણય લીધો નથી, પરંતુ જે દિવસે મને લાગશે કે હું સુધાર કરવા માગતો નથી, ત્યારે હું સંન્યાસ લઈ લઇશ. અશ્વિન ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટોપ સ્થાન પર છે અને ભારતની આગામી 5 ટેસ્ટ મેચોની ઘરેલુ સીરિઝમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, જેની શરૂઆત બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચોની સીરિઝથી થવાની છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની ટેસ્ટ સીરિઝ છે.
અશ્વિન 17 સપ્ટેમ્બરે 38 વર્ષનો થઈ જશે. તેને 40 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમવા બાબતે પૂછવામાં આવતા તેણે કહ્યું કે, મને ખબર છે, એ મુશ્કેલ સમય (2018-20) બાદ મારી જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ. હું માત્ર ક્રિકેટની પ્રત્યે પોતાની ખુશીને બનાવી રાખું છું અને જે પળે મને લાગશે કે હું તેને ગુમાવી રહ્યો છું તો હું તેનાથી દૂર થઈ જઇશ. અમે બધા રમીએ છીએ અને બધાએ છોડવું પડશે. કોઈ બીજું આવશે અને સારું કરશે. આ ભારતીય ક્રિકેટ છે.
અશ્વિન 100 ટેસ્ટ મેચોમાં 516 વિકેટ સાથે ભારતના બીજા સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેનાથી આગળ દિગ્ગજ અનિલ કુંબલે છે, જેમણે 619 વિકેટ લીધી છે. અનિલ કુંબલેનો રેકોર્ડ તોડવા બાબતે વાત કરતા તેણે કહ્યું કે, મેં પોતાના માટે કોઈ ટાર્ગેટ સેટ કર્યો નથી. અનિલભાઈ ઈચ્છે છે કે હું તેમનો રેકોર્ડ તોડી દઉં, પરંતુ હું દરેક દિવસને જીવીને ખુશ છું. હું લક્ષ્ય નક્કી કરીને રમત પ્રત્યે પોતાનો પ્રેમ ગુમાવવા માગતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp