RBIએ લોન એકાઉન્ટ્સ પર પેનલ્ટીના નિયમોમાં ફેરફાર કર્યા

PC: knnindia.co.in

RBIએ લોન એકાઉન્ટ્સ પર જે પેનલ્ટી લાગે છે તેના નિયમોમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય બેન્કે 18મી ઓગસ્ટના રોજ કહ્યું છે કે, બેન્ક પોતાના રેવન્યુને વધારવા માટે લોન એકાઉન્ટ્સ પર પેનલ્ટી ન લગાવી શકે. લોનના ગ્રાહકોના કોન્ટ્રાક્ટની શરતોના ઉલ્લંઘન પર બેન્ક તેના પર પેનલ્ટી લગાવે છે. RBIએ કહ્યું છે કે, બેન્કોએ નિયમોના ઉલ્લંઘન પર લગાવાતી પેનલ્ટીને પેનલ ચાર્જની કેટેગરીમાં રાખવી જોઇએ અને તેને પેનલ ઇન્ટરેસ્ટ તરીકે ન ગણવી જોઇએ. પેનલ ઇન્ટરેસ્ટ બેન્કોની લોન પર ઇન્ટરેસ્ટથી થતી કમાણીમાં જોડવામાં આવે છે.

કેન્દ્રીય બેન્કે સ્પષ્ટ કર્યું છે કે, પેનલ ચાર્જિસનું કેપિટલાઇઝેશન ન થવું જોઇએ. તેનો મતલબ છે કે, આ રીતના ચાર્જ પર ફરીથી ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન ન થવું જોઇએ. આમ કરવા પર લોન એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટના કંપાઉન્ડિંગની સામાન્ય પ્રોસિજર પર અસર ન પડશે. RBIએ જોયું હતું કે, કેટલીક બેન્ક એપ્લિકેબલ ઇન્ટરેસ્ટ રેટ્સ પર પેનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ લગાવી રહી છે. આમ ગ્રાહકોની લોન પર ડિફોલ્ટ કરવા કે પછી લોનની શરતોના ઉલ્લંઘન પર કરવામાં આવે છે.

કેન્દ્રીય બેન્કે કહ્યું કે, જોકે પેનલ ઇન્ટરેસ્ટ લગાવવાનો હેતુ ગ્રાહકોમાં લોનના રીપેમેન્ટ પર અનુસાશન લાવવાનો છે. પણ સુપરવાયઝરી રિવ્યુથી ખબર પડે છે કે, બેન્ક તેના વિશે અલગ અલગ રીતે પ્રેક્ટિસિઝનો ઉપયોગ કરે છે. એવામાં ચાર્જ લાગવાનો હેતુ રેવન્યુ વધારવાનો ન હોવો જોઇએ. સાથે જ ઇન્ટરેસ્ટ લોનની શરતમાં બતાવવામાં આવેલા ઇન્ટરેસ્ટથી વધારે ન હોવું જોઇએ.

RBIનું આ પગલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે, કેટલાક ગ્રાહકોએ બેન્કના પેનલ્ટી લગાવવામાં પારદર્શિતાના અભાવની ફરિયાદો કરી છે. કેન્દ્રીય બેન્કે આખી સ્થિતિ પર ધ્યાન આપ્યા બાદ બેન્કોને એમ કહ્યું છે કે, તેમણે રેટ ઓફ ઇન્ટરેસ્ટને લઇને કોઇ પ્રકારના કોમ્પોનેન્ટની શરૂઆત ન કરવી જોઇએ. તેમણે એક રીતે આ ગાઇડલાઇન્સના પાલનના પ્રયાસો કરવા જોઇએ. તે સિવાય બેન્કોના પેનલ ચાર્જિસ કે લોન પર આ પ્રકારની પેનલ્ટી માટે બોર્ડના એપ્રૂવલથી પોલિસી બનાવવી જોઇએ.

RBIએ 18મી ઓગસ્ટના રોજ કહ્યું છે કે, પેનલ ચાર્જિસની ક્વોન્ટિટી ઉચિત હોવી જોઇએ અને તે લોનની શરતોના ઉલ્લંઘનના હિસાબે હોવી જોઇએ. કોઇ ખાસ લોન કે પ્રોડક્ટ કેટેગરીની અંદર આ કેસમાં કોઇ પ્રકારનો ભાદભાવ ન હોવો જોઇએ. કેન્દ્રીય બેન્કે એક મહત્વની વાત એ કરી છે કે, ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહકોને આપવામાં આવેલી લોનના કેસમાં પેનલ ચાર્જિસ નોન ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહકોના પેનલ ચાર્જિસથી વધારે ન હોવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp