RBIએ ઈંગ્લેન્ડથી પાછું મગાવ્યું પોતાનું 100 ટન સોનું

PC: britannica.com

ભારત દ્વારા ખરીદવામાં આવેલું સોનું હવે બેંક ઓફ ઇંગ્લેન્ડની તિજોરીમાં નહીં રહે, પરંતુ હવે તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના વૉલેટ્સમાં રાખવામાં આવશે. આ જ યોજના હેઠળ ઇંગ્લેન્ડમાં RBI દ્વારા ખરીદીને રાખવામાં આવેલું 1000 ક્વિન્ટલ સોનું ભારત લાવવામાં આવ્યું છે. બેંક ઓફ ઇંગ્લેન્ડની તિજોરીઓમાં ઘણા દેશ પોતાનું સોનું રાખે છે. એટલે તેમણે બ્રિટનની કેન્દ્રીય બેંકને ચાર્જ પણ આપવો પડે છે. ભારત પણ આ ચાર્જ આપી રહ્યો છે. આ અંગેની જાણકારી રાખનારા લોકોનું કહેવું છે કે ભારત ઇંગ્લેન્ડમાં રાખેલું વધારે સોનું પાછું લાવશે. બેંક ઓફ ઇંગ્લેન્ડ દુનિયામાં સોનાનો બીજો સૌથી મોટો ભંડારક છે.

RBIએ થોડા વર્ષો અગાઉ સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું અને તેણે એ વાતની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો કે તે તેને ક્યાં સ્ટોર કરવું જોઈએ. જો કે, વિદેશોમાં સોનાનો વધારે સ્ટોક જમા થઈ રહ્યો હતો એટલે થોડું સોનું ભારત લાવવાનો નિર્ણય લીધો. વર્ષ 1991ના શરૂઆતી સમય બાદ આ પહેલો અવસર છે જ્યારે ભારતે પોતાના ઘરેલુ સોનાના ભંડારમાં આટલી મોટી માત્રામાં સોનું જોડ્યું છે. 1991માં ભારતીય અર્થવ્યવસ્થાની ખરાબ હાલતના કારણે ભારતે પોતાનું સોનું ગીરવે રાખવું પડ્યું હતું, પરંતુ હવે સ્થિતિ તેની વિરુદ્ધ છે અને ભારત ધડાધડ સોનું ખરીદી રહ્યો છે.

આગામી મહિનાઓમાં ફરીથી એટલી માત્રામાં સોનું દેશમાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બહાર રાખવામાં આવેલા સોનાનો 100 ટનનો એક પુરવઠો જલદી જ ભારત લવાઈ શકે છે. માર્ચ 2024ના અંત સુધી RBI પાસે 822.1 ટન સોનું હતું. તેમાંથી 412.8 ટન સોનાને બીજા દેશોમાં ભંડારીત કરવામાં આવ્યું હતું. એટલે કે ભારતના કુલ સોનાનો લગભગ અડધો હિસ્સો બીજા દેશોની તિજોરીયોમાં રાખવામાં આવ્યો છે. RBI તેજીથી પોતાનો સોનાનો ભંડાર વધારી રહેલી દુનિયાની ટોપ કેન્દ્રીય બેન્કોમાં સામેલ છે.

ગત નાણાકીય વર્ષ RBIએ 27.5 ટન સોનું ખરીદ્યું હતું. એ અર્થવ્યવસ્થાની મજબૂતી અને આત્મવિશ્વાસ દર્શાવે છે. ઇંગ્લેન્ડથી 1000 ક્વિન્ટલ સોનું લાવવાનું કામ સરળ નહોતું. તેના માટે ઘણી બધી ઔપચારિકતાઓ પૂરી કરવી પડી, સાથે જ તેને સુરક્ષી લાવવાની સખત સુરક્ષા વ્યવસ્થા પણ કરવી પડી. તેને એક વિશેષ વિમાનથી ભારત લાવવામાં આવ્યું હતું. આ સોના પર સરકારે વિશેષ કસ્ટમર છૂટ પ્રદાન કરી. હા, કેન્દ્ર સરકાર તેના પર GSTમાંથી છૂટ આપી શકે છે કેમ કે GST સંગ્રહને રાજ્યો સાથે વહેચવાનો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp