હવે ICICI બેંક પર RBIએ ફટકાર્યો દંડ , Yes બેંક પણ નિશાના પર.. જાણો શું છે મામલો

PC: indianexpress.com

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની એવી બેન્કો પર સખ્તાઈ યથાવત છે જે નક્કી નિયમોને માનવામાં બેદરકારી રાખી રહી છે. હવે રિઝર્વ બેન્કના નિશાના પર પ્રાઇવેટ સેક્ટરની 2 મોટી બેંક આવી છે, જેના પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ 2 બેંક છે ICICI બેંક અને Yes બેંક. કસ્ટમર્સ સર્વિસિસ માટે નક્કી નિર્દેશોનું અનુપાલન સારી રીતે ન કરવાના કારણે તેમના પર દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

રિઝર્વ બેન્કે પ્રાઇવેટ સેક્ટરની ICICI બેંક વિરુદ્ધ નિયમોનું અનુપાલન ન કરવા પર સખત કાર્યવહી કરી છે. ગ્રાહક સર્વિસમાં બેદરકારી રાખવા માટે રિઝર્વ બેન્કે ICICI બેંક પર 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. કેન્દ્રીય બેંક મુજબ, બેંક પર આ પેનલ્ટી લોન અને નોન કોમ્પલઇન્સ સાથે અન્ય બેનને લઈને જાહેર કેટલાક દિશા નિર્દેશોનું અનુપાલન ન કરવાના કારણે લગાવવામાં આવી છે. ICICI બેંક સિવાય રિઝર્વ બેન્કના નિશાના પર આવેલી બીજી બેંક Yes બેંક છે અને આ બેંક પર 91 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક મુજબ, નાણાકીય વર્ષ 2022માં નિરીક્ષણમાં સામે આવ્યું હતું કે Yes બેંક તરફથી ઘણી વખત નક્કી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પ્રાઇવેટ લેન્ડર Yes બેન્કને ઝીરો બેલેંસવાળા ખાતાઓ માટે દંડ લગાવવામાં આવ્યો હતો અને ફંડ પાર્કિંગ અને કસ્ટમર ટ્રાન્ઝેક્શનને રુટ કરવા માટે ગ્રાહકોના નામ પર ઇન્ટરનલ અકાઉન્ટ ઓપન કરવામાં આવ્યા હતા. તેને સંજ્ઞાનમાં લેતા બેંક પર દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

રિઝર્વ બેંક તરફથી આ બંને મોટી બેંક પર દંડની કાર્યવાહી કરતા જણાવ્યું કે, Yes બેંક અને ICICI બેંક કસ્ટમર સર્વિસિસ, આંતરિક અને ઓફિસ અકાઉન્ટ સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. રિઝર્વ બેન્કે આ સંબંધમાં બંનેની તપાસ કરી અને જાણવા મળ્યું કે ગ્રાહક ખાતામાં જરૂરી રકમ ન હોવા છતા બેન્કે ચાર્જ વસૂલ્યો. એ સિવાય પણ અનુપાલન કમીઓ સામે આવી. મંગળવારે બેન્કોના શેરો પર પણ તેની અસર જોવા મળી રહી છે. શેર બજારમાં કારોબાર દરમિયાન બપોરે ICICI બેન્કના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર 1125 રૂપિયા લેવલ પર ટ્રેડ કરી રહ્યા હતા, તો Yes બેન્કના શર્મા 1.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને 22.75 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp