RBIની કડક સૂચના: હવે આ બેંકોમાંથી 20,000 થી વધારે રોકડ લોન નહીં મળી શકે
ગ્રાહકોને 20, 000 રૂપિયાથી વધારેની રકમ લોન પેટે આપતાની નોન બેંકીંગ ફાયનાન્શીઅલ કંપની (NBFC) પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લગામ કસી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ (NBFCs) માટે કડક સૂચનાઓ જારી કરી છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ NBFC ( નોન બેકીંગ ફાયનાન્સ કંપની)ગ્રાહકોને 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન આપી શકશે નહીં. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 269SS હેઠળ, કોઈપણ વ્યક્તિને 20 હજાર રૂપિયાથી વધુની રોકડ રકમ લોન તરીકે મેળવવાની મંજૂરી નથી.
રોઇટર્સના રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે ,RBI હવે આ નિયમને વધુ કડક બનાવવા માંગે છે, જેથી NBFC કંપનીઓને જોખમનો સામનો ન કરવો પડે અને નિયમોની અવગણના ન થાય. RBIએ આ સૂચના એવા સમયે જારી કરી છે જ્યારે NBFC કંપની IIFL ફાઈનાન્સ પર ઘણા નિયમો તોડવાનો આરોપ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલીક કંપનીઓએ કાયદા દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રોકડમાં લોન આપી હતી અને વસૂલ કરી હતી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ NBFCને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે અને કહ્યું છે કે નિયમો અનુસાર, 20 હજાર રૂપિયાથી વધુની રોકડ લોન કોઈપણ ગ્રાહકને આપી શકાતી નથી. આવી સ્થિતિમાં, કોઈપણ NBFCએ 20,000 રૂપિયાથી વધુની લોનની રકમ રોકડમાં આપવી જોઈએ નહીં.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઘણી NBFC કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કંપનીઓએ RBIના નિયમોની અવગણના કરી હતી. વધુ રોકડ લોન આપવાના નિયમનો પણ ભંગ થયો હતો. આવી સ્થિતિમાં RBIએ NBFC ને નિયમોની યાદ અપાવીને આવા નિર્દેશ આપ્યા છે, જેથી બેદરકારી અને નિયમોની અવગણનાને રોકી શકાય.
IIFL ફાઇનાન્સને રિઝર્વ બેંક દ્વારા લોન મેનેજમેન્ટમાં મોટી ક્ષતિઓને કારણે નવા ગ્રાહકો માટે તેની ગોલ્ડ લોન કામગીરી તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.IIFL ફાઇનાન્સની ગોલ્ડ લોન ઓપરેશન્સ દેશમાં તેના બિઝનેસનો મુખ્ય હિસ્સો બનાવે છે, જે તેના બિઝનેસનો એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આ ફાઇનાન્સ કંપનીએ સોનાની શુદ્ધતા અને વજનની અપૂરતી ચકાસણી, વધુ પડતી રોકડ લોન આપવી, પ્રમાણભૂત હરાજી પ્રક્રિયાઓમાંથી નીતિઓનું ઉલ્લંઘન અને ગ્રાહક ખાતાના ચાર્જમાં પારદર્શિતાનો અભાવ જેવા ધોરણોની અવગણના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp