RBIની મોટી કાર્યવાહી, BOB સહિત 3 બેંકોને ફટકાર્યો 10.34 કરોડનો દંડ, જાણો કારણ
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની બધી બેંકોના કામકાજ પર નજર રાખે છે. જ્યારે કોઈ બેંક RBIના નિયમોને નજરઅંદાજ કરીને પોતાની મનમાની કરે છે તો RBI તેને દંડ ફટકારી શકે છે. આ અનુસંધાને RBIએ શુક્રવારે વિભિન્ન નિયમકીય માપદંડોના ઉલ્લંઘનને લઈને સિટી બેંક, બેંક ઓફ બરોડા (BOB) અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) પર કુલ 10.34 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ મુજબ, RBIએ એક નિવેદનમાં કહ્યું કે, જમાકર્તા શિક્ષણ અને જાગૃતિ નિધિ યોજના સાથે સંબંધિત માપદંડો અને નાણાકીય સેવાઓની આઉટસોર્સિંગ પર આચાર સંહિતાનું પાલન ન કરવા માટે સિટીબેંક NA પર સૌથી વધુ 5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
એક અન્ય નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોનને લઈને સેન્ટ્રલ રિપોઝિટરીની રચના અને અન્ય કેસો સાથે જોડાયેલા અન્ય નિર્દેશોનું ઉલ્લંઘન માટે સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ બરોડા (BOB) પર 4.34 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એ સિવાય ચેન્નાઈ સ્થિત પબ્લિક સેક્ટરની ઇન્ડિયન ઓવરસીઝ બેંક પર લોન સંબંધિત નિર્દેશોના ઉલ્લંઘન માટે એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના 3 મામલાઓ બાબતે કહ્યું કે, દંડ નિયામક અનુપાલનમાં થયેલી કમીઓ પર આધારિત છે.
તેનું ઉદ્દેશ્ય બેંકો દ્વારા પોતાના ગ્રાહકો સાથે કરવામાં આવેલી લેવડ-દેવડ કે સમજૂતીની વૈદ્યતાને પ્રભાવિત કરવાનું નથી. કેન્દ્રીય બેંકના નિયમ મુજબ જે બેંક પર દંડ ફટકારવામાં આવ્યો છે, તેમનું પેમેન્ટ એ જ બેંકે કરવાનું હોય છે. તેમાં અકાઉન્ટ ખોલાવનારા લોકોએ આ રકમ આપવાની હોતી નથી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ 3 બેંકો સાથે જ 5 કો-ઓપરેટિવ બેંકો પર પણ દંડ લગાવવામાં આવ્યા હતા. તેમાં શ્રી મહિલા સેવા સહકારી બેંક, પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક, સર્વોદય નાગરિક સહકારી બેંક, ખંભાત નાગરિક સહકારી બેંક અને વેજલપુર નાગરિક સહકારી બેંક સામેલ છે અને તેમના પર દંડ 25 હજાર રૂપિયાથી 2.5 લાખ રૂપિયા સુધીનો લગાવ્યો છે.
કેન્દ્રીય બેંકે શુક્રવારે અભ્યુદય સહકારી બેંકના બોર્ડને આગામી એક વર્ષ માટે સુપરસીડ કરવાની જાહેરાત કરી છે. બેંકે બિઝનેસ પર કોઇ પ્રકારનો કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. રિઝર્વ બેંકે પોતાના નિવેદનમાં કહ્યું કે, અભ્યુદય કો-ઓપરેટિવ બેંક ગવર્નેન્સના ખરાબ સ્ટાન્ડર્ડના કારણે તેને એક્શન લેવા મજબૂર થવું પડ્યું છે. તો SBIના પૂર્વ જનરલ મેનેજર સત્ય પ્રકાશ પાઠકને અભ્યુદય કો-ઓપરેટિવ બેંકનું એડમિનિસ્ટ્રેટર નિમણૂક કરવામાં આવ્યા છે. એ સિવાય કમિટી ઓફ એડવાઇઝર્સ પણ નિમણૂક કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp