ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનને લઇને RBIએ નિયમો કર્યા કડક, ગ્રાહકો પર શું થશે અસર

PC: livemint.com

ઘણા લોકો પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનો સહારો લે છે. ભારતીય બેંક અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ  ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન જેવી અનસિક્યોર્ડ લોન આપે છે. તેના પર હવે ક્રેડિટ કાર્ડ બનાવવા કે પર્સનલ લોન લેવા મુશ્કેલ થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ કેટલાક નિયમો કડક કરી દીધા છે. રિઝર્વ બેંકે, બેંકો અને નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીના અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયો સાથે જોડાયેલા નિયમો સખત કરી દીધા છે.

રિઝર્વ બેંકે બેંકોના અનસિક્યોર્ડ (અનસિક્યોર્ડ) લોનને લઈને ગયા ગુરુવારે એક રીલિઝ જાહેર કરી હતી. રિઝર્વ બેંકે તેમાં કહ્યું કે હવે બેંકો અને નોન બેંકિંગ કંપનીઓને અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયો માટે વધારે પૂંજી અલગ રાખવાની જરૂરિયાત હશે. આ પૂંજી પહેલાથી 25 ટકા વધારે હશે. જ્યાં અગાઉ 100 ટકા અલગ પૂંજી રાખવી પડતી હતી, તો હવે બેંકો અને નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓએ 125 ટકા કેપિટલ અલગ રાખવી પડશે.

માની લો બેંકે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન આપી, તો આ પહેલા 5 લાખ રૂપિયા જ અલગ રાખવા પડતા હતા, પરંતુ હવે બેંકોએ 25 ટકા વધારે એટલે કે 6.25 લાખ અલગ રાખવા પડશે. છેલ્લા કેટલાક સમયમાં પર્સનલ અને ક્રેડિટ કાર્ડમાં તેજ ગ્રોથ જોવા મળ્યો છે. ગયા વર્ષે બેંક લોન ગ્રોથને અનસિક્યોર્ડ લોને મોટા માર્જિનથી પાછળ છોડી દીધો હતો. ખાસ કરીને ક્રેડિટ અને પર્સનલ લોનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો.

પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની સંખ્યામાં વધારો થયો છે, તો ડિફૉલ્ટના કેસ પણ વધારે આવ્યા અને સમય પર પેમેન્ટના કેસ ઓછા થયા. એવામાં રિઝર્વ બેંકે આ પ્રકારના લોનના નિયમને સખત કરી દીધા છે. રિઝર્વ બેંકના આ લોન નિયમથી બેંકો અને નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓને વધારે કેપિટલ અલગથી રાખવી પડશે. તેનો અર્થ છે કે બેંકો અને નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓને અનસિક્યોર્ડ લોન માટે ઓછા પૈસા બચશે, જેના કારણે ગ્રાહકોને આ પ્રકારની લોન લેવામાં સમસ્યા આવી શકે છે.

સાથે જ બેંક અને ABFC કેટલાક ક્રાઇટેરિયા પણ નક્કી કરી શકે છે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે કયા પ્રકારની લોન પર આ નિયમ લાગૂ કરવામાં નહીં આવે. મોટા ભાગે લોન બે પ્રકારની હોય છે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ. અનસિક્યોર્ડ લોનમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ હોય છે. તો સિક્યોર્ડ લોનમાં હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન અને પ્રોપર્ટી લોન વગેરે આવે છે. આ પ્રકારની લોન સિક્યોર્ડ એટલે હોય છે કે તેના બદલે કંઈક ને કંઈક વસ્તુ બેંકોમાં રાખવી પડે છે. રિઝર્વ બેંકના આ નિયમની અસર સિક્યોર્ડ લોન પર નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp