રૂ. 2000ની કેટલી નોટ તમારી પાસે હજુ પડી છે, RBIએ જણાવ્યું કેટલી પાછી નથી આવી

PC: livemint.com

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નવા નાણાકીય વર્ષમાં ગયા વર્ષે સર્ક્યુલેશનથી બહાર કરેલી 2000 રૂપિયાની ગુલાબી નોટોને લઈને મોટું અપડેટ આપ્યું છે. ચલણ બહાર થવાના લગભગ 11 મહિના બાદ પણ હજારો કરોડ મૂલ્યની આ મોટી નોટ બજારમાં ઉપલબ્ધ છે, જેની વાપસી અત્યાર સુધી થઈ શકી નથી. RBI દ્વારા 1 એપ્રિલે આ નોટોને લઈને નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે અને એ મુજબ અત્યારે પણ લોકો 8,202 કરોડ મૂલ્યની નોટ પોતાની પાસે રાખી મુકી છે.

PTIના રિપોર્ટ મુજબ, RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓને જોઈએ તો સર્ક્યુલેશન બહાર કરાયેલી 2000 રૂપિયાની કુલ નોટોમાંથી લગભગ 97.69 ટકા નોટ બેન્કિંગ પ્રણાલીમાં પરત લઈ લેવામાં આવી છે, પરંતુ અત્યારે પણ 2.31 ટકા નોટોને લોકોએ દબાવી રાખી છે, જેની વાપસી થઈ શકી નથી. આ બાકી બચેલી 2000 રૂપિયાની નોટોની કિંમત 8,202 કરોડ રૂપિયા છે.

RBIએ ક્લીન નોટ પોલિસી હેઠળ ગયા વર્ષે સર્ક્યુલેશનમાં ઉપસ્થિત સૌથી વધુ કિંમતની આ 2000 રૂપિયાની નોટને પરત લેવાની જાહેરાત કરી હતી. 19 મેં 2023ના રોજ માર્કેટમાં કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાં ઉપસ્થિત હતી, જ્યારે ગયા વર્ષના અંતમાં 29 ડિસેમ્બર 2023ના રોજ આ આંકડો ઘટીને માત્ર 9330 કરોડ રૂપિયા રહી ગયો હતો.

આ હિસાબે જોઈએ તો 2 મહિનાની અવધિમાં 2000 રૂપિયાની નોટોની વાપસીની ગતિ ખૂબ ધીમી રહી છે. સૌથી મોટી ચલણી નોટોને સર્ક્યુલેશનથી બહાર કરવાની જાહેરાત બાદ RBIએ સ્થાનિક બેન્કો અને 19 RBI ક્ષેત્રીય કાર્યાલયોમાં આ નોટોને પરત કરવા અને બદલાવવા માટે 23 મેથી લઈને 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે, આ ડેડલાઇનને 7 ઑક્ટોબર 2023 સુધી વધારવામાં આવી હતી. આ તારીખ સુધી પણ કુલ નોટોની વાપસી ન થતા RBIએ 8 ઑક્ટોબર 2023થી RBI ઓફિસોમાં આ નોટોને બદલાવવાની સુવિધા ચાલુ રાખી છે.

આ નોટોને અત્યારે પણ બદલી શકાય છે. જો કે, સ્થાનિક બેન્કોમાં આ કામ નહીં થઈ શકે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલી આ ગુલાબી નોટોને 10 RBI ઓફિસ જે અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે, જેમાં જવા સિવાય જનતા પોતાની કોઈ નજીકની પોસ્ટ ઓફિસના માધ્યમથી પણ આ નોટ જમા કરાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp