અંબાણીએ ગુજરાતની આ કંપની સાથે કરી મોટી ડીલ, કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપી જાણકારી

PC: fortuneindia.com

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં પોતાના કારોબારનો સતત વિસ્તાર કરી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ એક બાદ એક કંપનીઓને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરતી જઈ રહી છે. આ અનુસંધાને અંબાણીની ખોળેમાં વધુ એક ફેશન કંપની એડ થવાની છે, જેને બ્યૂટી બ્રાન્ડ ડિવિઝનને ખરીદવા માટે ડીલ પર મ્હોર લાગી ગઈ છે. અમદાવાદ સ્થિત લાલભાઈ ફેમિલીની પ્રમોટેડ અરવિંદ ફેશને શુક્રવારે આ સંબંધમાં જાણકારી સ્ટોક એક્સચેન્જમાં આપી છે.

અરવિંદ ફેશન તરફથી શેર બજારને આપવામાં એવલી જાણકારીમાં કહેવા આવ્યું છે કે, કંપનીની બ્યૂટી પ્રોડક્ટ્સ ડિવિઝન  સેપોરાની પૂરી હિસ્સેદારી વેંચવા અને હસ્તાંતરણ માટે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પૂર્વસ્વામીત્વવાળી સબ્સિડિયરી કંપની રિલાયન્સ બ્યૂટી એન્ડ પર્સનલ કેર લિમિટેડ સાથે એક ડીલ કરવામાં આવી છે. આ સમજૂતીની જાણકારી શેર કરતા કંપનીએ કહ્યું કે, આ ડીલની SEBI ઔપચારિકતાઓ પૂરી થયા બાદ અરવિંદ બ્યૂટી બ્રાન્ડ્સ રિટેલ તેની સહાયક કંપની નહીં રહે.

મીડિયા રિપોર્ટ મુજબ, કંપની દ્વારા ફાઈલિંગ ડીલની રકમનો ખુલાસો કરવામાં આવ્યો છે. અરવિંદ ફેશનના મુજબ, કંપનીના બ્યૂટી પ્રોડક્ટ ડિવિઝનની પૂરી ઇક્વિટી હિસ્સેદારીની ખરીદી મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ દ્વારા 99.02 કરોડ રૂપિયા કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23માં અરવિંદ બ્યૂટી બ્રાન્ડ્સ રિટેલનો બિઝનેસ 336.70 કરોડ રૂપિયાનો હતો. અરવિંદ ફેશનના એકિકૃત આવકમાં બ્યૂટી સેગમેન્ટના બિઝનેસનું યોગદાન 7.60 ટકા રહ્યું.

શુક્રવારે શેર બજાર તેજી સાથે બંધ થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેરોવાળો સેન્સેક્સ 282.88 અંકની તેજી લેતા 64,363.78ના લેવલ પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો Nifty 97.35 અંક ચડીને 19,230.60ના સ્તર પર બંધ થયો. મુકેશ અંબાણીની રિલાયન્સ સાથે આ ડીલના સમાચારની અસર અરવિંદ ફેશનના શેરો પર પણ જોવા મળી અને તે તોફાની સ્પીડે ભાગ્યા. દિવસના બિઝનેસ દરમિયાન અરવિંદ ફેશનના શેર લગભગ 10 ટકા સુધી ઉછળીને 362.20 રૂપિયા પર પહોંચી ગયા હતા.

જો કે, બિઝનેસ સમાપ્ત થતા થતા તેમાં ઘટાડો આવ્યો. એ છતા તે 5.85 ટકાના વધારા સાથે 344 રૂપિયા પર બંધ થયા. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલના ડિયરેક્ટર છે અને તેમના નેતૃત્વમાં કંપનીનો કારોબાર સતત વધી રહ્યો છે. એક બાદ એક ડીલથી રિલાયન્સ રિટેલના પોર્ટફોલિયો હજુ મજબૂત થતો જઈ રહ્યો છે. અરવિંદ ફેશન સાથે થયેલી હાલની ડીલ અગાઉ લા હાલમાં જ રિલાયન્સ રિટેલે બોલિવુડ એક્ટ્રેસ આલીયા ભટ્ટની કંપની એડ-અ-મમ્મામાં 51 ટકાની ભાગીદારી ખરીદી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp