આલિયા ભટ્ટની આ કંપનીને ખરીદવાની તૈયારીમાં મુકેશ અંબાણી

PC: mashable.com

રિલાયન્સ ઈન્ડટ્રીઝની રિટેલ બ્રાન્ચ રિલાયન્સ રિટેલ વેંચર્સ અને તેના ભાગરૂપ રિલાયન્સ બ્રાન્ડ્સ બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની ચાઇલ્ડ વેર બ્રાન્ડને ખરીદવાની તૈયારીમાં છે. ખબર છે કે, આ ડીલ લગભગ 300 કે 350 કરોડ રૂપિયામાં થઇ શકે છે. રિલાયન્સ રિટેલ ઝડપથી પોતાનો બિઝનેસ દેશમાં ફેલાવી રહી છે. જેને લઇ તેઓ વધુ એક ડીલ કરવાની નજદીક છે. જો રિલાયન્સ આલિયાની આ ચાઇલ્ડ વેર બ્રાન્ડનું અધિગ્રહણ કરી લે તો તેના કિડ્સ વેરના પોર્ટફોલિયોને મજબૂતી મળશે.

ટૂંક સમયમાં ડીલ થઇ શકે છે

ધ ઈકોનોમિક ટાઈમ્સે આ ન્યૂઝને લઇ તેને સંબંધિત અધિકારીઓના હવાલાથી કહ્યું કે, રિલાયન્સ અને આલિયાની કિડ્સ વેર બ્રાન્ડ એડ-એ-મમ્મા(ed a mamma)ની વચ્ચે લાસ્ટ સ્ટેજની વાતચીત ચાલી રહી છે. આવનારા 7-10 દિવસમાં બંને વચ્ચે કરાર થવાની સંભાવના છે. એડ-એ-મમ્માની શરૂઆત 2020માં કરવામાં આવી હતી. આલિયા ભટ્ટે એક વર્લ્ડ લેવલ હોમગ્રોન બ્રાન્ડની ગેરહાજરીને જોતા બાળકો માટે વ્યાજબી દરે સારી ગુણવત્તાના કપડાના ઓપ્શનના રૂપમાં આ બ્રાન્ડની શરૂઆત કરી હતી.

આલિયાની બ્રાન્ડ પોતાના વેબસ્ટોર ઉપરાંત ફર્સ્ટક્રાઇ, આજીઓ, મિન્ટ્રા, એમેઝોન અને ટાટા ક્લીક જેવા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરી રહી છે. આ બ્રાન્ડ લાઇફસ્ટાઇલ અને શોપર્સ સ્ટોપ જેવા રિટેલ શોપ દ્વારા પણ વેચાણ કરે છે. બ્રાન્ડની શરૂઆત 4થી 12 વર્ષના બાળકોને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં બ્રાન્ડે યુવતીઓ માટે ડ્રેસ, સ્લીપસ્યૂટ અને બોડીસૂટ સહિત બાળકો માટે કપડાની એક સીરીઝ પણ લોન્ચ કરી હતી.

આલિયાએ કહી હતી આ વાત

આવનારા 2-3 વર્ષ માટે બ્રાન્ડના પ્લાનિંગને લઇ આલિયાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે, હું બાળકોની કેટેગરીનો વધારે વિસ્તાર કરવા માગું છું. હું પરિવારના સંભાળના એરિયામાં અને તેની આસપાસ વધારે એક સીરીઝ લોન્ચ કરવા માગું છું.

હાલમાં રિલાયન્સ બ્રાન્ડે લગ્ઝરી, બ્રિજ ટૂ લગ્ઝરી, હાઈ પ્રીમિયમ અને હાઈ સ્ટ્રીટ લાઇફ-સ્ટાઇલ સેગમેન્ટમાં ઘણી આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ બ્રાન્ડ જેવી કે, અરમાની એક્સચેન્જ, બરબેરી, બોટેગા વેનેટા, કેનાલી, ડીઝલ ડ્યૂન, હેમલીઝ, એમ્પોરિયો અરમાની સાથે ભાગીદારી કરી છે.

રિટેલ બિઝનેસનો વિસ્તાર કરી રહી છે રિલાયન્સ

મુકેશ અંબાણીએ હાલમાં જ રિટેલ સેક્ટરમાં બિઝનેસનો વિસ્તાર કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દિશામાં તેમની કંપની રિલાયન્સ સતત નવી કંપનીઓને ખરીદીને પોતાના ગૃપમાં સામેલ કરી રહી છે. થોડા મહિના પહેલા જ રિલાયન્સે લોટસ ચોકલેટ કંપની ખરીદીને પોતાના રિટેલ સેગમેન્ટનો વધુ વિસ્તાર કર્યો હતો. હવે તે કિડ્સ વેર કેટેગરીમાં પણ પોતાનો પાવર મજબૂત કરવા માટે એડ-એ-મમ્મા ખરીદવાના પ્લાન પર કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp