રિલાયન્સ કેપિટલનું ટ્રેડિંગ બંધ થયું, શું શેર હોલ્ડર્સના રૂપિયા ડુબી જશે?

PC: indiatoday.in

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડીંગ 26 ફેબ્રુઆરી 2024થી બંધ થઇ ગયું છે, છેલ્લો ભાવ 11.90 રૂપિયા હતો. ત્યારે રોકાણકારોને એ વાતની ચિંતા છે કે, શું રિલાયન્સ કેપિટલના શેરનું ફરી લિસ્ટીંગ થશે? કે પછી રૂપિયા ડુબી જશે?

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ 38000 કરોડ રૂપિયના દેવામાં ડુબી ગઇ હતી. કંપનીને ખરીદવા માટે અનેક વખત બિડ પછી આખરે હિંદુજા ગ્રુપની કંપની ઇંડસઇંડ ઇન્ટરનેશનલે સમાધાનમાં 9861 કરોડ રૂપિયામાં રિલાયન્સ કેપિટલ ખરીદી લીધી છે.

જાણવા મળેલી વિગત મુજબ 31 માર્ચ 2024 સુધીમાં ઇંડસઇંડ ઇન્ટરનેશનલ રિલાયન્સ કેપિટલના શેરને ડિલીસ્ટ કરાવી દેશે. મતલબ કે શેરની વેલ્યૂ ઝીરો થઇ જશે. આ સંજોગોમાં રિલાયન્સ કેપિટલના શેર હોલ્ડર્સને રૂપિયા ગુમાવવાનો વારો આવશે, કારણકે એક પણ રૂપિયો મળે તેવી કોઇ શક્યતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp