TIME Magazineએ જાહેર કરી દુનિયાની ટોપ-100 કંપનીઓની લિસ્ટ, ભારતની આ કંપનીઓના નામ

PC: odishabytes.com

અમેરિકાની TIME Magazineએ 2024ની દુનિયાની સૌથી પ્રભાવશાળી કંપનીઓની એક લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં ભારતની 3 કંપનીઓએ પણ જગ્યા બનાવી છે. TIME Magazineની ટોપ 100 પ્રભાવશાળી કંપનીઓમાં જગ્યા બનાવનારી ભારતીય કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાર પૂનાવાલાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ટાટા ગ્રુપ સામેલ છે. આ લિસ્ટને 5 કેટેગરીઓમાં વહેચવામાં આવી છે. તેમાં લીડર્સ, ડિસરપ્ટર્સ, ઈનોવેટર્સ, ટાઈટન્સ અને પાયનિયર્સ સામેલ છે.

રિલાયન્સ અને ટાટા ગ્રુપને ટાઈટન્સ કેટેગરીમાં જગ્યા મળી છે. તો જો વાત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કરીએ તો તેને પાયનિયર્સ કેટેગરી માટે સિલેક્ટ કરવામાં આવી છે. દરેક કેટેગરીમાં 20 કંપનીઓને સામેલ કરવામાં આવી છે. TIME Magazineએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ઇન્ડિયાસ જગરનોટની ઉપાધિ આપી છે. આ લિસ્ટને શેર કરતા TIME Magazineએ રિલાયન્સ બાબતે લખ્યું કે તેની શરૂઆત કાપડ અને પોલિએસ્ટર કંપનીના રૂપમાં થઈ, જે આજે દુનિયાની ટોપ કંપનીમાં સામેલ છે.

તેની સાથે જ એ ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે એનર્જી, રિટેલ અને ટેલિકોમ સહિત ઘણા બિઝનેસ કરે છે. આ બીજી વખત છે જ્યારે રિલાયન્સ ગ્રુપને TIME Magazine દ્વારા માન્યતા આપવામાં આવી છે. જિયો પ્લેટફોર્મને વર્ષ 2021ની શરૂઆતી TIME 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિવાય ભારતના ટાટા ગ્રુપને પણ TIME Magazineની લિસ્ટમાં જગ્યા આપવામાં આવી છે અને 100 પ્રભાવશાળી કંપનીઓમાં માની છે.

TIME Magazineએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને વિશ્વની સૌથી મોટી વેક્સીન બનાવનારી કંપનીમાં સામેલ કરી છે. કંપની દર વર્ષે 3.5 અબજ ડોઝ બનાવે છે. કોરોના મહામારીના સમયે આ કંપનીની વેક્સિને લાખો લોકોના જીવ બચાવ્યા હતા. ટાટા ગ્રુપ બાબતે TIME Magazineએ કહ્યું કે, ટાટા ગ્રુપ ભારતની જૂની કંપનીઓમાંથી એક છે. તેનો વિશાળ પોર્ટફોલિયો સ્ટીલ, સોફ્ટવેર, ઘડિયાળો અને કેમિકલથી લઈને મીઠું, અનાજ અને એર કન્ડિશન સુધી ફેલાયેલો છે. વર્ષ 2023માં તે iPhoneને એસેમ્બલ કરનારી પહેલી ભારતીય કંપની બની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp