રિલાયન્સનું માર્કેટ કેપ 19 વર્ષમાં 20 લાખ કરોડ વધી ગયું
મુંબઇ શેરબજારમા સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારે ઓલટાઇમ હાઇની સપાટી વટાવી હતી, જો કે જ્યારે બજાર બંધ રહ્યું ત્યારે201 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું. શુક્રવારે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 21 લાખ કરોડને પાર કરી ગયું હતું.
રિલાયન્સનો શેરના ભાવ પણ એક તબક્કે 3146 પર પહોંચીને 3128 પર બંધ રહ્યો હતો. 19 વર્ષમાં રિલાયન્સનું માર્કેટ કેપ 20 લાખ કરોડ વધી ગયું છે.
ઓગસ્ટ 2005માં રિલાયન્સનું માર્કેટ કેપ માત્ર 1 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે 21 લાખ કરોડ પર પહોંચી ગયું. રિલાયન્સ માર્કેટ કેપમાં સૌથી ટોપ પર છે. વર્ષ 2024થી અત્યાર સુધીમાં રિલાયન્સના શેરમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp