આ છે દેશની સૌથી મોટી દાનવીર મહિલાઃ દાન કર્યા 170 કરોડ, કરે છે આ કામ

PC: ndtv.com

દુનિયામાં બિલ ગેટ્સથી લઇ વોરેન બફે સુધી તમામ એવા અબજોપતિ છે, જેઓ દાન આપવામાં આગળ પડતા છે. ભારતમાં પણ દાનવીરો ઘણાં છે. HCLના શિવ નાદર, વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીથી લઇ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી જેવા મોટા નામ આમા સામેલ છે. જેઓ પોતાની કમાણીમાંથી એજ્યુકેશન-મેડિકલ સહિત ઘણાં સેક્ટર્સ માટે દાન કરે છે. જોકે, આ લિસ્ટમાં ભારતની સૌથી મોટી દાનવીર મહિલા પણ આવે છે.

રોહિણી નીલેકણી સૌથી મોટી દાનવીર મહિલા

અડલગિવ હુરુન ઈન્ડિયા પરોપકારી લિસ્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં સૌથી વધારે દાન આપનારી ભારતીય મહિલા રોહિણી નીલેકણી છે. જે ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીના પત્ની છે. પતિની જેમ રોહિણી પણ સામાજીક કામોમાં પરોપકારમાં આગળ રહે છે. જેમાં આ વખતે તેમણે પરોપકારી મહિલાઓને પાછળ છોડતા સૌથી મોટી દાનવીર મહિલાનો તાજ પોતાના નામે કર્યો છે.

170 કરોડ રૂપિયાનું દાન

હુરૂનની ભારતીય દાનવીરોની લિસ્ટમાં સામેલ મહિલાઓની વાત કરીએ તો આમાં ટોપ પર રોહિણી નીલેકણી છે. જેમણે 170 કરોડ રૂપિયાની મોટી રકમનું દાન કર્યું છે. આની સાથે જ તેમણે દેશના 10 સૌથી અમીર દાનવીરોની લિસ્ટમાં પણ જગ્યા બનાવી લીધી છે. રોહિણી ઉપરાંત દાન આપનારી મહિલાઓમાં થર્મેક્સની અનુ આગા એન્ડ ફેમિલી(23 કરોડ રૂપિયા), USVના લીના ગાંધી તિવારી(23 કરોડ રૂ.)ની સાથે સામેલ છે.

પતિ નંદન નીલેકણી પણ આગળ

નંદન નીલેકણીની પત્ની 63 વર્ષીય રોહિણી મૂળ તો પત્રકાર રહ્યા છે અને NGO પણ ચલાવે છે. તેઓ શિક્ષા-સ્વાસ્થ્ય સહિત પાણી અને સ્વચ્છતાથી જોડાયેલા કામોમાં પણ આગળ ચાલીને ભાગ લે છે. મુંબઈમાં જન્મેલા રોહિણી નીલેકણી દ્વારા દાનમાં અપાતો મોટો ભાગ શિક્ષાથી જોડાયેલા કામોમાં જાય છે. તો તેમના પતિ નંદન નીલેકણી પણ દાનવીરોની લિસ્ટમાં ટોપ 10માં છે. નંદન નીલેકણીએ ગયા વર્ષે 189 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

આ છે ભારતના 10 સૌથી મોટા દાનવીરો

દેશના ટોપ 10 દાનવીરોની વાત કરીએ તો આ લિસ્ટમાં પહેલા સ્થાને HCLના ફાઉન્ડર શિવ નાદર છે. બીજા સ્થાને અઝીમ પ્રેમજીનું નામ આવે છે. ત્રીજા સ્થાને મુકેશ અંબાણી છે. સૌથી મોટી દાનવીર મહિલા રોહિણી નીલેકણી છે. તો સૌથી યુવા દાનવીરના રૂપમાં શેર ટ્રેડિંગ કંપની જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp