મુકેશ અંબાણીની કંપનીએ કર્યું ગજબ, એક દિવસમાં 1020000000000 રૂપિયાની કરી કમાણી

PC: ft.com

સોમવારે શેર બજારમાં શાનદાર તેજી નોંધાઈ. બુકિંગ અને હેવવેટ સ્ટૉક્સના દમ પર બજારમાં રેલી જોવા મળી. ખાસ કરીને માર્કેટ કેપના હિસાબે દેશની નંબર-1 કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં મોટી તેજી જોવા મળી. આ તેજી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન 19.50 લાખ કરોડ રૂપિયાના પાર થઈ ગયું. કારોબારના અંતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 6.80 ટકા ચઢીને 2890.10 રૂપિયા પર બંધ થયા. તો ઇન્ટ્રાડેમાં તેણે 2905 રૂપિયાના રેકોર્ડ હાઈનો પણ સ્પર્શ કર્યો. સ્ટોકનું 52 વીક લો 2180 રૂપિયા છે.

છેલ્લા એક મહિનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર લગભગ 11.58 ટકા ચઢ્યા છે. આજની તેજીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1.20 લાખ કરોડ (1020000000000)નું માર્કેટ કેપિટલાઇઝેશન વધ્યું એટલે કે એક દિવસમાં મુકેશ અંબાણીની આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 1.20 લાખ રૂપિયા વધ્યું છે. રિલાયન્સનું જેટલું સોમવારે માર્કેટ કેપિટલાઇઝેશન વધ્યું છે, એટલું ટાટાની કંપની ટાટા પાવરનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન છે.

ઉલ્લેખનીય છે કે માર્કેટની આ શાનદાર તેજીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 6.06 લાખ કરોડ રૂપિયા વધ્યું એટલે કે રોકાણકારોની પૂંજી એક જ દિવસમાં લગભગ 6.06 લાખ કરોડ રૂપિયા વધી છે. તેમાંથી માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.20 લાખ આકર કરોડ રૂપિયા વધ્યું છે જે 20 ટકા હિસ્સો છે. મીડિયા રિપોર્ટ મુજબ, રિલાયન્સના શેરોમાં આ તેજી બ્લૂમબર્ગના એક રિપોર્ટ બાદ આવી છે.

આ રિપોર્ટ મુજબ વૉલ્ટ ડિઝ્નીની ઈન્ડિયા યુનિટને ખરીદવાને લઈને રિલાયન્સ સાથે ચાલી રહેલી વાતચીત કંબાઇન્ડ ઇન્ટિટીનું લક્ષ્ય 11 અબજ ડોલરનું વેલ્યુએશન કરવાનું છે જેમાં ડિઝ્નીની 40 ટકા હિસ્સેદારી છે. બ્લૂમબર્ગે જણાવ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પાસે ઇન્ટિટીમાં 51 ટકા હિસ્સેદારી હશે અને એ ડીલ ફેબ્રુઆરીમાં ફાઇનલ થઈ શકે છે. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી, બંને જ ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુના ઉછાળ સાથે બંધ થયા.

કારોબારના અંતમાં સેન્સેક્સ 71,941.57 અંક પર બંધ થયા, તેમાં શાનદાર 1280 અંકોની તેજી નોંધાઈ અને નિફ્ટી 385.00 અંક ચઢીને 21,737.60 પર બંધ થયું. સેન્સેક્સ પર 30 ટકા શેર લિસ્ટેડ છે જેમાંથી માત્ર 5 જ રેડ ઝોનમાં બંધ થયા છે. જ્યારે સૌથી વધુ તેજી રિલાયન્સ, ટાટા મોટર્સ અને પાવરગ્રિડમાં રહી. તો બીજી તરફ ITC, ઈન્ફોસિસ અને JSW સ્ટીલમાં ઘટાડો નોંધાયો. રિલાયન્સ સિવાય ONGCમાં 8.89 ટકાની તેજી, HDFC બેંકમાં 1.53 ટકાની તેજી, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 5.79 ટકાની તેજી, અદાણી ગ્રીનમાં 2.87 ટકાની તેજી રહી. એ સિવાય સ્મોલ કેપમાં શક્તિ પંપના શેરમાં 20 ટકાનું અપર સર્કિટ લાગ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp