સચિન તેંદુલકરે આ કંપનીમાં 9 મહિના પહેલા 5 કરોડ રોકેલા, 23 કરોડ થઇ ગયા
ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિક્રેટર અને જેમને ક્રિક્રેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે તેવા સચિન તેંડુલકરે તેલંગાણાની એક કંપનીમાં 9 મહિના પહેલા 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે આજની તારીખે લગભગ 23 કરોડ રૂપિયા થઇ ગયું છે. પૈસો પેસાને ખેંચે એવું કહેવાય છે, સચિનની બાબતે આ વાત સાચી પડી છે. તાજેતરમાં આવેલા એક IPO પહેલા સચિને રોકાણ કર્યું હતું અને એ પછી અન્ય 3 ખેલાડીઓએ પણ આ કંપનીમાં રૂપિયા રોક્યા છે.
તેલંગાણામાં આવેલી આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડ આવતા અઠવાડિયે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે ત્યારે ક્રિકેટર સચિન તેંડુલકર માત્ર 9 મહિનામાં મલ્ટિબેગર રિટર્ન મેળવશે. IPOના 524ના અપર પ્રાઇસ બેન્ડ પર, તેંડુલકરનું રૂ. 5 કરોડનું રોકાણ વધીને રૂ. 22.96 કરોડ થશે. મતલબ કે માત્ર નવ મહિનામાં તેંડુલકરને 360 ટકાનો બમ્પર પ્રોફિટ થશે તેનો અંદાજ છે.
લિસ્ટિંગ કિંમતના આધારે વળતર વધુ કે ઓછું હોઈ શકે છે. આઝાદ એન્જિનિયરિંગનો IPO 23 ડિસેમ્બરે ગ્રે માર્કેટમાં 65.84 ટકાએટલે કે 345 પ્રતિ શેરના પ્રીમિયમ ચાલતું હતું. આવી સ્થિતિમાં, અપર પ્રાઇસ બેન્ડ 524 મુજબ, તેનું લિસ્ટિંગ ₹869 પર થઈ શકે છે. કંપનીના શેર જેટલા ઊંચા લિસ્ટેડ થશે તેટલો વધુ ફાયદો રોકાણકારોને મળશે.
સચિન તેંડુલકરે 6 માર્ચે આઝાદ એન્જિનીયરીંગમાં રૂ. 114.1 પ્રતિ શેરના ભાવે આશરે રૂ. 5 કરોડના ઇક્વિટી શેર ખરીદ્યા હતા. હાલમાં તેમની પાસે 4,38,210 શેર છે. આઝાદ એન્જીનીયરીંગ એરોસ્પેસ બિઝનેસ સાથે સંકળાયેલી છે.
આઝાદ એન્જિનીયરીંગમાં માત્ર સચિન તેંડુલકરે જ રોકાણ નથી કર્યું, પરંતુ અન્ય 3 ખેલાડીઓએ પણ રોકાણ કર્યું છે. પી.વી સિંધુ, સાઇના નેહવાલ અને વીવીએસ લક્ષ્મણે પણ આ કંપનીમાં રોકાણ કરેલું છે.સચિનના રોકાણ પછી ત્રણેય ખેલાડીઓએ 1-1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
જો કે તેમને શેરની વધારે કિંમત ચૂકવવી પડી હતી. ત્રણેય ખેલાડીઓને શેર દીઠ 228.17ના ભાવે શેર આપવામાં આવ્યા હતા.
આઝાદ એન્જિનીયરીંગનો IPO 20 થી 22 ડીસેમ્બર સુધી ખુલ્લો હતો. કંપનીના શેર 26 ડિસેમ્બરે રોકાણકારોને ફાળવવામાં આવશે અને 28 ડિસેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. કંપની રૂ. 740 કરોડ એકત્ર કરવા માટે આ IPO લાવી છે, જે એકંદરે 83.04 ગણો ભરાયો છે.
આઝાદ એન્જિનયરીંગની સ્થાપના 1983માં થઇ હતી અને કંપની એરોસ્પેસ ઘટકો અને ટર્બાઈન્સનું ઉત્પાદન કરતી કંપની છે.કંપનીના હૈદરાબાદ, તેલંગાણા, ભારતના ચાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.કંપનીના ગ્રાહકોમાંયુએસ, ચીન, યુરોપ, મધ્ય પૂર્વ અને જાપાનનો સમાવેશ થાય છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp