સુબ્રતો રોયની દુનિયાને અલવિદા, સહારામાં ફસાયેલા લોકોના પૈસાનું શું થશે?

PC: hindustantimes.com

સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોયે નવા વર્ષના દિવસે એટલે કે મંગળવારે મુંબઇમાં દુનિયાને અલવિદા કરી દીધું છે. તેમનું 14 નવેમ્બરે નિધન થયું છે. હવે હજારો રોકાણકારોના મનમાં એક સવાલ છે કો રોયના નિધન પછી સહારામાં તેમના ફસાયેલા રૂપિયા પાછા મળશે કે નહીં.?

સહારા ગ્રુપનાના સ્થાપક સુબ્રતો રોયના નિધન બાદ હવે ઘણા લોકોના મનમાં એક સવાલ છે કે હવે પેન્ડિંગ કેસોનું શું થશે? સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Sebi))એ રોકાણકારોની ચિંતા હળવી કરી છે. આ અંગેની સ્થિતિને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચે ગુરુવારે જણાવ્યું હતું કે, સહારાના સ્થાપક સુબ્રત રોયના મૃત્યુ પછી પણ મૂડીબજાર નિયમનકાર સહારા ગ્રુપ સામે તેનો કેસ ચાલુ રાખશે.

સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોયનું 75 વર્ષની વયે અવસાન થયું છે, તેઓ લાંબા સમયથી બિમાર હતા.

 

FICCIના કાર્યક્રમ પછી પત્રકારો સાથે વાત કરતા, સેબીના ચેરપર્સન માધવી બુચે જણાવ્યું હતું કે સેબી માટે મામલો એક એન્ટિટી સાથે જોડાયેલો છે અને તે ચાલુ રહેશે પછી ભલે કોઈ વ્યક્તિ જીવિત હોય કે ન હોય. રિફંડ ખૂબ જ ઓછું હોવાના પ્રશ્ન પર, બુચે જણાવ્યું હતું કે રોકાણકારો દ્વારા કરવામાં આવેલા દાવાઓના પુરાવાના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિ દ્વારા નાણાં પરત કરવામાં આવ્યા છે.

સહારાના રોકાણકારોને માત્ર રૂ. 138 કરોડ રિફંડ કરવામાં આવ્યા છે, જ્યારે સહારા ગ્રૂપને રોકાણકારોને રિફંડ માટે સેબીમાં રૂ. 24,000 કરોડથી વધુ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

લાંબી કાનૂની લડાઈ પછી, સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ, 2012ના રોજ સેબીના નિર્દેશોને સમર્થન આપ્યું હતું અને બંને કંપનીઓને રોકાણકારો પાસેથી 15 ટકા વ્યાજ સાથે એકત્ર કરાયેલા નાણાં પરત કરવા જણાવ્યું હતું.

જો કે કંપનીનું તે વખતે કહેવું એ હતું કે, 95 ટકાથી વધુ રકમ સીધા રોકાણકારોને ચૂકવવામાં આવી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ 11 વર્ષમાં સહારા ગ્રૂપની બે કંપનીઓના રોકાણકારોને રૂ. 138.07 કરોડ પરત કર્યા છે, એમ મૂડી બજારના નિયમનકારના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.

સહારા ગ્રુપના સુબ્રતો રોયનો એક જમાનો હતો. કંપનીની યોજનમાં લાખો લોકોએ રોકાણ કર્યું હતું. તે જમાનામાં સહારાની એડવર્ટડાઇઝમાં અમિતાભ બચ્ચન સહિતનો અનેક દિગ્ગજો જોવા મળતા હતા. સુબ્રતોનો સેલિબ્રિટીઝમાં વટ હતો. હવે તેઓ આ ફાની દુનિયા છોડી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp