SBIએ હોમ લોન પર આપ્યો મોટો ઝટકો... લોન કરી મોંઘી
જો તમારું પણ પોતાનું ઘર બનાવવાનું સપનું છે અને તેના માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જાણવા યોગ્ય છે. ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ યથાવત રાખ્યો છે, પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છે. આનો અર્થ એ છે કે, હવે તમારે તમારી લોન પર વધુ EMI ચૂકવવી પડશે. RBIની મોનેટરી પોલિસી મીટિંગના થોડા દિવસો પછી SBIએ વ્યાજમાં વધારાની જાહેરાત કરી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 15 જૂનથી તમામ કાર્યકાળ માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઈન્ટ અથવા 0.1 ટકાનો વધારો કર્યો છે. SBIના આ પગલાથી MCLR સંબંધિત તમામ પ્રકારની લોનની EMI વધશે. આનો અર્થ એ છે કે, હવે તમારે પહેલા કરતા દર મહિને લોન પર વધુ EMI ચૂકવવી પડશે.
SBIના વધારા સાથે, એક વર્ષનો MCLR 8.65 ટકાથી વધીને 8.75 ટકા થયો છે, રાતોરાત MCLR 8.00 ટકાથી વધીને 8.10 ટકા થયો છે અને એક મહિના અને ત્રણ મહિનાનો MCLR 8.20 ટકાથી વધીને 8.30 ટકા થયો છે. છ મહિનાનો MCLR હવે 8.55 ટકાથી વધીને 8.65 ટકા થઈ ગયો છે. વધુમાં, બે વર્ષનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને ત્રણ વર્ષનો MCLR હવે 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે.
અહીં તમને જણાવી દઈએ કે, હોમ અને ઓટો લોન સહિત મોટાભાગની રિટેલ લોન એક વર્ષના MCLR દર સાથે જોડાયેલી છે. MCLRમાં વધારાની RBI રેપો રેટ અથવા ટ્રેઝરી બિલ યીલ્ડ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોન લેતા ગ્રાહકો પર કોઈ અસર થતી નથી. ઓક્ટોબર 2019થી, SBI સહિતની બેંકો માટે નવી લોનને આ એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે લિંક કરવી ફરજિયાત બની ગઈ છે. તેના કારણે બેંકો દ્વારા મોનેટરી પોલિસી ટ્રાન્સમિશનને વેગ મળ્યો છે. મોનેટરી ટ્રાન્સમિશન પરની લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડીને તેની અસર તમામ ક્ષેત્રો પર જોવા મળે છે.
SBIએ શુક્રવારે એ પણ જાહેરાત કરી હતી કે, તેણે બિઝનેસ વૃદ્ધિને ટેકો આપવા માટે બોન્ડ દ્વારા 100 મિલિયન ડૉલર (આશરે રૂ. 830 કરોડ) એકત્ર કર્યા છે. ત્રણ વર્ષની પાકતી મુદત અને વાર્ષિક +95 બેસિસ પોઈન્ટના સિક્યોર્ડ ઓવરનાઈટ ફાઈનાન્સિંગ રેટ (SOFR) સાથે ફ્લોટિંગ રેટ નોટ્સ 20 જૂન, 2024ના રોજ SBIની લંડન શાખા દ્વારા બહાર પાડવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp