પોતાના દમે મિલિયનેર બન્યો વ્યક્તિ, આ 3 વસ્તુઓ પર પૈસા બર્બાદ ન કરવા કહ્યું

PC: gobankingrates.com

લોટરી જીતી કે વારસામાં મળેલા પૈસા હાંસલ કરનારા મોટાભાગના લોકો તેને જાળવી રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમને પૈસા વધારવા અને તેને મેનેજ કરવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની પાછળનું કારણ એ છે કે, તેમને આ પૈસા મહેનત કર્યા વિના મળી ગયા હોય છે. પણ જે લોકો પોતાના દમે કરોડપતિ બને છે. તેઓ જાણે છે કે પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કઇ રીતે કરવાનો હોય છે. તેઓ નાની રકમને પણ મોટી રકમમાં ફેરવી નાખે છે.

આવા જ એક કરોડપતિ વ્યક્તિએ લોકોને અમુક જરૂરી ટિપ્સ આપી છે. તેણે એ જણાવ્યું કે, એવી 3 કઇ વસ્તુઓ છે જેના પર પૈસા બર્બાદ કરવા જોઇએ નહીં.

યાહૂની રિપોર્ટ અનુસાર, સ્પ્રેડ ગ્રેટ આઇડિયાઝ નામની કંપનીના ફાઉન્ડર અને સીઇઓ બ્રાયન ક્રેને અમુક જરૂરી વાતો કહી છે. તેણે અન્ય 4 મલ્ટી મિલિયન કંપનીને લોન્ચ કરવામાં પણ મદદ કરી. તેની લાઇફસ્ટાઇને જોઇ તેની સંપત્તિનો અંદાજો લગાવી શકાય નહીં.

તેનું કહેવું છે કે, હું મારી આ યાત્રામાં ઘણાં પહેલાથી જ સમજી ગયો હતો કે સંતુલન વિના ન કરવાના ખર્ચા તમને કંગાળ બનાવી શકે છે. જ્યારે હું મારા 20ના દશકામાં હતો તો પહેલી કંપની વેચી, ત્યારે મેં રોકાણ કરવા માટે ખોટા નિર્ણયો લીધા. જેને કારણે હું નાદાર થવાની કગારે હતો. પણ હું ભાગ્યશાળી છું કે મેં આ બધું ઝડપથી શીખી ગયો.

તેણે 3 એવી વસ્તુઓ જણાવી, જેના પર ક્યારેય પૈસા ખર્ચ કરવા જોઇએ નહીં. આ 3 વસ્તુઓ છે- ડિઝાઇનર લગ્ઝરી બ્રાન્ડ, લગ્ઝરી ઘર, મનોરંજ અને વધારે આરામ પર ખર્ચ થતા પૈસા. તેણે કહ્યું કે, મોંઘી રેસ્ટોરેન્ટમાં ખાવું કે મોટી બ્રાન્ડના કપડા પહેરી તસવીરો ક્લિક કરાવી સોશિયલ મીડિયા પર જ સારું લાગે છે. પણ ખરેખરમાં આ એક ન કરવાનો ખર્ચો છે. જેમાં તમે કારણ વિના પોતાના પૈસા વેડફી રહ્યા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp