26th January selfie contest

હિંડનબર્ગને કારણે રોકાણકારોને નુકશાન થયું છે, તેની સામે તપાસ કરો: હરિશ સાલ્વે

PC: newsbytesapp.com

દુનિયાભરમા જાણીતો એડવોકેટ હરિશ સાલ્વેએ અદાણી ગ્રુપને નિશાન બનાવીને શેરબજારમાં અસ્થિરતા ઉભી કરનાર અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની ઉંડાણ પૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. સાલ્વેએ કહ્યું છે કે આખા પ્રકરણમાં રાજકારણમાં સાઇડ પર રાખીને હિંડનબર્ગની તપાસ થવી જોઇએ. તેમણે કહ્યું છે કે, હિંડનબર્ગ એ કોઇ ચેરિટી કે મદદ કરનારી સંસ્થા નથી, પરંતુ તેનો હેતુ મધ્યમ વર્ગના રોકાણકારોના દુર્ભાગ્યથી પૈસા કમાવવાનો છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં હરીશ સાલ્વેએ કહ્યુ કે, તે એક સંપૂર્ણપણે અલગ પરિમાણ ધરાવે છે. હિંડનબર્ગ કોઈ ચેરિટી કે મદદ કરનાર સંસ્થા નથી. હિંડનબર્ગે જાણી જોઇને અહેવાલો પ્રગટ કર્યા છે. આવું કંપની એટલા માટે કરે છે કે શોર્ટ સેલિંગનો લાભ લઇ શકે. અદાણી ગ્રૂપ-હિંડનબર્ગ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી છ સભ્યોની સમિતિનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ મારું સૂચન છે અને તે મેં તે જાહેરમાં કહ્યું છે અને હું તેનું પુનરાવર્તન કરી રહ્યો છું. આ સમિતિએ એ બધી બાબતોની પણ તપાસ કરવી જોઇએ, જેમાં શેરોના ભાવોને તોડીને મધ્યમ વર્ઘના રોકાણકારોનો ભોગે મોટા પાયે કમાણી કરી છે. એને બજારમાં હેરાફેરી તરીકે માનવમાં આવે અને આવા લોકોને બજારમાંથી આઉટ કરીને તેમને પ્રતિબંધિત કરવા માટેની તપાસ કરે.

હરિશ સાલ્વેએ કહ્યું કે, આપણે શેરબજારમાં એક એવો દાખલો બેસાડવો જોઇએ કે જો કોઇ પણ રિપોર્ટ આવે તો એ પહેલાં સેબી પાસે જવો જોઇએ. આ કોર્પોરેટ બાબતોના મંત્રાલય પાસે જવો જોઇએ. એ લોકો આવા મામલાની તપાસ કરે અને તેનો નિવેડો લાવે. પરંતુ જો તમે કંપનીઓ પર હુમલો કરવા માટે આવા રિપોર્ટનો ઉપયોગ કરશો તો સેબી પછી ચુપ નહીં રહે. સેબી આવા લોકોની પાછળ લાગી જશે, જે પોતાના ધનવાન હોવાના દમ પર બજારની અસ્થિરતાનો ફાયદો ઉઠાવતા છે અને મધ્યમ વર્ગના રોકાણકારોને આર્થિક ફટકો મારે છે.

વરિષ્ઠ વકીલે કહ્યું કે, ભારત આવા ખેલમાં હજુ નવું છે. આપણે મૂડીબજારને વધારી રહ્યા છે. મધ્યમ વર્ગના રોકાણકારોમાં એવો ડર પેસી ગયો છે કે જો કોઇ કંપની શેરબજારમાં લિસ્ટેડ થાય છે અને કાલે હિંડનબર્ગ જેવો વધુ એક રિપોર્ટ આવી  જાય ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ચુક્યું હોય છે. એટલીવારમાં તો શેરોનું રોકાણ ડુબી જાય છે. મધ્યમ વર્ગના શેરધારકોની આ કમનસીબીમાંથી જેઓ પૈસા કમાઈ રહ્યા છે તેઓ દોષિત છે તે કહેવા માટે આપણી પાસે કોઈ સંસ્થાકીય તંત્ર હોવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp