સેન્સેક્સ-નિફ્ટી ઉપર ઉડ્યું...આ 10 શેરો 15% જેટલા વધ્યા, શનિવારે પણ ખુલશે બજાર

PC: twitter.com

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ઉચ્ચ સ્તરે બંધ થયા હતા. આજે એટલે કે શુક્રવારે પણ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સે 253 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને 73917 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટીએ 62 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને 22,466 પોઈન્ટ પર પહોંચ્યો હતો. બેન્ક નિફ્ટીમાં 138 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

આજે શેરબજારમાં ઉછાળાને કારણે કેટલાક શેરોએ રોકાણકારોને માલામાલ બનાવી દીધા હતા. આજે એક શેરમાં તો આજે 15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જ્યારે, ઘણા શેરોમાં 12 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. રેલવેના શેરમાં પણ અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. IRCTCનો શેર આજે 5.11 ટકા વધીને રૂ. 1093 પ્રતિ શેર થયો છે. આ સાથે IRFCનો શેર 7.20 ટકા અને રેલ વિકાસ નિગમનો શેર 3.76 ટકા વધીને બંધ થયો હતો.

ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રીકલ્સના શેરમાં આજે મજબૂત વધારો જોવા મળ્યો હતો અને તે 15.57 ટકા વધીને રૂ. 391.90 પર બંધ રહ્યો હતો. આ શેરે છેલ્લા એક મહિનામાં 34 ટકાનું વળતર આપ્યું છે. આ સ્ટોક એક વર્ષમાં 53 ટકા વધ્યો છે અને તેણે પાંચ વર્ષમાં 82 ટકા વળતર આપ્યું છે.

શુક્રવારે ટોચના લાભકર્તા શેરોમાં, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સનો સ્ટોક 15.57 ટકા વધ્યો, ડેટા પાર્ટનર્સનો શેર 7.50 ટકા વધ્યો, એફેલ ઇન્ડિયાનો શેર 7.43 ટકા વધ્યો. મઝગાવ ડોક શિપ સ્ટોક 13 ટકા, ભારત ડાયનેમિક 12.30 ટકા, ડિસ્કોન ટેક્નોલોજી શેર 8.22 ટકા, લાર્જ કેપ સ્ટોક IRFC 7.20 ટકા, ઇન્ફો એજ 6 ટકા, મહિન્દ્રા સ્ટોક 6 ટકા અને IRCTC સ્ટોક 5.11 ટકા વધ્યો છે.

શેરબજાર ચાલુ સપ્તાહે શનિવારે એટલે કે આવતીકાલે પણ ખુલ્લું રહેશે. સામાન્ય રીતે શેરબજાર સોમવારથી શુક્રવાર સુધી ખુલે છે, પરંતુ આ વખતે શનિવારે પણ બજાર ખુલ્લું રહેશે. આવતીકાલે એટલે કે 18મી મેના રોજ પણ ખાસ ટ્રેડિંગ થશે. આવતીકાલે બે સેશનમાં ટ્રેડિંગ થઈ શકે છે. પ્રથમ સત્ર 9:15-10 AM અને બીજું સત્ર 11:30 AM-12:30 PM સુધીનું રહેશે.

નોંધ: તમે કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા શેરબજારના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp