સેન્સેક્સ 70000 હજારની સપાટી ટચ કરશે, આ બે શેરોથી દૂરી બનાવી રાખો: વિજય કેડિયા

PC: hindustantimes.com

શેર બજાર નવી સપાટીઓ ટચ કરવા માટે તૈયાર છે, ગયા જુલાઇ મહિનામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના 300 શેરો વાળા ઇન્ડેક્સે 66000નું ઐતિહાસિક સ્તર ટચ કર્યું હતું. તેની ઝડપ આગળ જતાં પણ તેજ રહેશે. આ અમે નથી કહી રહ્યા પણ, એક દિગ્ગજ રોકાણ કાર વિજય કેડિયાનું કહેવું છે કે, વર્ષના અંત સુધીમાં એટલે કે, ડિસેમ્બર મહિના સુધીમાં સેન્સેક્સ 70000ની સપાટી ટચ કરી શકે છે. એક બાજુ તેમણે સેન્સેક્સમાં તેજી રહેવાની આશા વ્યક્ત કરી છે પણ બે સેક્ટર્સની કંપનીઓમાં રોકાણ કરવાથી દૂર રહેવા પણ કહ્યું છે.

દિગ્ગજ ઇક્વિટી રોકાણકાર વિજય કેડિયા પાસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ 15 કંપનીઓમાં એક ટકાથી વધારેની હિસ્સેદારી છે. તેમનું માનવું છે કે, બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ ચાલુ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં 70000ની સપાટી ટચ કરી શકે છે. વિતેલા કારોબારી દિવસ સોમવારે એટલે કે, 7મી ઓગસ્ટ, 2023ના રોજ સેન્સેક્સ 65953ના સ્તર પર બંધ આવ્યું હતું, જે વર્ષના આધાર પર 8 ટકાની તેજીને દર્શાવે છે. જો આ વર્ષે સેન્સેક્સનું પરફોર્મન્સની વાત કરીએ તો વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1લી જાન્યુઆરીથી હવે અત્યાર સુધી ઘરેલુ ઇક્વિટી બજારમાં 1.21 લાખ કરોડ રૂપિયા નાખ્યા છે. બીજી બાજુ, ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ આ જ અવધી દરમિયાન 87491 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

શેર બજારના હાલના પરિદૃષ્યને જોતા તેમણે જે સેક્ટર્સમાં રોકાણકારોને ફાયદો થવાની આશા વ્યકત કરી છે, તેમાં સૌથી આગળ PSU બેન્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે. વિજય કેડિયાએ કહ્યું કે, આ બન્ને સેક્ટર્સ પર રોકાણકારોનું ફોકસ રહી શકે છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, સરકારી અને પ્રાઇવેટ સેક્ટર્સના ભારે ખર્ચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લઇને ઉત્સાહિત છું. પબ્લિક સેક્ટરની બેન્કો સારા વેલ્યુએશન અને ડબલ ડિજિટમાં લોનના વધારાનો આનંદ લઇ રહી છે. એવામાં આ બન્ને સેક્ટર્સમાં સંભાવનાઓ જોવા મળી રહી છે.

આ બન્ને સેક્ટર્સ સિવાય વિજય કેડિયાને ટેલીકોમ ઉપકરણ નિર્માતા કંપનીઓ પણ પસંદ છે. તેમણે કહ્યું કે, 4G અને 5G પર સ્વિચ કરવાની સાથે સાથે ભારતના દરેક ખૂણાને જોડવાના સરકારના પ્રયાસથી ટેલીકોમ સેક્ટરમાં ભારે રોકાણ આવશે. તે સિવાય કેડિયા અનુસાર, વાર્ષિક આધાર પર કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 7મી ઓગસ્ટ સુધી સૌથી વધારે તેજી નોંધવામાં આવી છે. રિયલ્ટી, હેલ્થકેર, ઓટો અને FMCG ઇન્ડેક્સમાં પણ ક્રમશઃ 26 ટકા, 23 ટકા, 22 ટકા અને 17 ટકાનો વધારો થયો છે. ટેલીકોમ, IT, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ્સ અને બેન્કિંગ સેક્ટર પણ 2023માં અત્યાર સુધી 4 ટકાથી 9 ટકાની વચ્ચે વધ્યા છે.

બીજી બાજુ આ અવધિમાં પાવર તથા ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 3 ટકા અને 7 ટકાનો કડાકો નોંધવામાં આવ્યો છે. કયા સેક્ટર્સમાં મંદી રહેશે આ સવાલનો જવાબ આપતા વિજય કેડિયાએ કહ્યું કે, AIના કારણે ચાલી રહેલા સ્લો ડાઇનના કારણે IT સેક્ટરમાં રોકાણ કરવાથી બચવું જોઇએ. તેની સાથે જ તેમણે ગ્લોબલ માર્કેટ પર નિર્ભરતાના કારણે મેટલ સેક્ટરથી દૂર રહેવાની સલાહ આપી છે. 7મી ઓગસ્ટ સુધીના રિપોર્ટ અનુસાર, વિજય કેડિયાનું ઇક્વિટી બજારમાં રોકાણ 1200 કરોડ રૂપિયાથી વધારેનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp