Tata Motorsના શેરમાં આવ્યો ઉછાળો, જાણો શું છે કારણ

PC: cardekho.com

Tata Motorsના શેરમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. શેરમાં આશરે 7 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે, જેની સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ થઈ ગઈ છે. અસલમાં જેએલઆર સિવાય ભારતીય માર્કેટમાં ડિમાન્ડ રિકવરીની આશાથી શેર માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે. આ અંગે CLSAની એર રિપોર્ટ સામે આવી છે, જેમાં Tata Motorsને જોરદાર થમ્સ અપ મળ્યું છે. જેની અસર તેના શેયર્સ પર જોવા મળી રહી છે. Tata Motors પર CLSAએ બાય રેટિંગ બનાવીને રાખતા 220 રૂપિયાનો લક્ષ્ય આપ્યો છે. CLSAનું કહેવું છે કે Jaguar અને Land Roverની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના ઘરેલુ કારોબારમાં પણ ગતિ આવતી જોવા મળી રહી છે. જેએલઆર કોમેન્ટરી ઘણી મજબૂત છે. કંપનીની યોજના આગામી 3 વર્ષમાં ઝીરો ડેબ્ટની સ્થિતિ હાંસલ કરવાની છે.

કંપનીના અમેરિકી અને ચાઈનીઝ કારોબારમાં પણ તેજી જોવા મળી રહી છે. કંપની કાર ઈન્વેન્ટરી ઘટાડવા અને ડિસ્કાઉન્ટ ઓછું કરવા પર કામ કરી રહી છે. તેવામાં Jefferies પણ ઓટો સેક્ટર અંગે પોતાનો રિપોરર્ટ આપતા કહ્યું છે કે PV સેગમેન્ટમાં સુધારો ચાલુ છે. ગાડીઓનું રજીસ્ટ્રેશન 15 ટકા  વધ્યું છે. ફેસ્ટીવ સીઝનમાં 2 વ્હીલર્સની માંગ સુધરી છે. 2 વ્હીલર્સ રજીસ્ટ્રેશનમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રકોની માંગમાં માસિક આધાર પર સુધારો આવ્યો છે. જ્યારે ટ્રેક્ટર્સની માંગમાં સૌથી વધુ ઉછાળ જોવા મળ્યો છે.

આજે માર્કેટમાં ઓટો કંપનીઓના શેયર્સમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેયર્સમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે ટાટા મોટર્સના શેયર્સમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. L&T, બજાજ ફિનસર્વ અને Induslnd બેંકના શેરમાં 6 ટકા સુધીની તેજી જોવા મળી છે. જ્યારે જે શેયર્સના ભાવમાં ઘટાડો થયો છે તેની વાત કરીએ તો તેમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન 2.94 ટકા, હિન્દુસ્તાન યુનિલીવર 2.09 ટકા, આઈટીસી 1.76 ટકા, ડૉ. રેડ્ડી લેબોરેટરીઝ 1.68 ટકા અને ટાઈટન કંપનીના શેયર્સમાં 1.68 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp