આ શેર 13 ટકા ઉછળીને 52 વીક હાઈ પર, શું ખરીદવો જોઇએ? જાણો

PC: livemint.com

શુક્રવાર 27 ઓક્ટોબરનો દિવસ શ્રીરામ ફાયનાન્સ લિમિટેડ માટે ખૂબ જ સારો સાબિત થયો. કંપનીના શેરમાં 13 ટકાની તેજી આવી અને 52 વીકના હાઈ પર હિટ થયો. આની પાછળ મુખ્ય કારણ રહ્યું સપ્ટેમ્બર 2023ના ક્વાર્ટરમાં કંપનીનું સારું પ્રદર્શન. જેને લીધે શુક્રવારે સવારે શેર BSE પર વધતાની સાથે 1853.90 રૂપિયા અને NSE પર 1851 રૂપિયા પર ખુલ્યો. ટૂંક સમયમાં શેરે BSE પર પાછલા બંધ ભાવથી લગભગ 10 ટકા અને એનએસઈ પર લગભગ 13 ટકાની તેજી નોંધાવતા ક્રમશઃ 1977.40 રૂપિયા અને 2029.70 રૂપિયાનો માર્ક નોંધ્યો. આ લેવલ BSE અને NSE પર શેરના 52 વીકનું ઉચ્ચ સ્તર છે.

શેરનું 52માં વીકનો નીચલો સ્તર બીએસઈ અને એનએસઈ બંને પર 1190 રૂપિયા છે. આ વર્ષે આ શેર 40 ટકાથી વધારે ચઢ્યો છે. પાછલા એક વર્ષમાં 56 ટકાથી વધારે વૃદ્ધિ નોંધાઇ છે.

તજજ્ઞોનું શું કહેવું છે

મોતીલાલ ઓસવાલના એનાલિસ્ટનું માનવું છે કે, શ્રીરામ ફાયનાન્સનું હજુ પણ MSME અને ગોલ્ડ લોન જેવા પ્રોડક્ટ્સ માટે પોતાના ડિલ્ટ્રીબ્યૂશન નેટવર્કનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો બાકી છે. કંપની આવું કરી છે, એવામાં આવતા વર્ષે MSME, PL અને ગોલ્ડ લોનની એયૂએમ ગ્રોથ મજબૂત રહેવાની આશા છે. મોતીલાલ ઓસવાલે આ કંપનીના શેર માટે રેટિંગને આઉટરપરફોર્મ કરીને ટાર્ગેટ પ્રાઈસ 2050 રૂપિયા સેટ કરી છે.

નફો 13 ટકા વધ્યો

જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં આ કંપનીની આવક વાર્ષિક રીતે 15.4 ટકા અને ચોખ્ખો નફો 13 ટકા વધ્યો. હવે કંપનીનો નફો 1751 કરોડ રૂપિયા પર છે. કંપનીની શુદ્ધ વ્યાજ આવકમાં પણ વધારે થયો છે. જેને લીધે એનાલિસ્ટ શ્રીરામ ફાયનાન્સના શેરને લઇ પોઝિટિવ છે. શુદ્ધ વ્યાજ માર્જિન સારું થઇને 8.93 ટકા થયું, જે એક વર્ષ પહેલા 8.26 ટકા પર હતું. શુદ્ધ વ્યાજ માર્જિન કંપનીની લોન પર હાંસલ થયેલ યીલ્ડ અને ફંડ માટે આના દ્વારા કરવામાં આવેલી ચૂકવણીનું અંતર હોય છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. અહીં આપવામાં આવેલા તથ્યો માત્ર જાણકારી માટે છે. આ રોકાણ કરવાની સલાહ આપતા નથી. કશે પણ રોકાણ કરવા પહેલા પોતાના સલાહકારની સલાહ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp